Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૬
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
લીધી છે. નેમિનાથપુરાણની કથાવસ્તુમાં માત્ર નેમિનાથનું ચરિત્ર જૈન પરંપરા અનુસાર વર્ણિત છે, બાકીના બલદેવ-વાસુદેવનું ચરિત્ર વૈદિક ભાગવત કથામાંથી, કૌરવ-પાંડવોનું ચરિત્ર વૈદિક મહાભારતની કથામાંથી ચૂનાધિક મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે જયાં વૈદિક પુરાણમાં દેવકીના વિવાહ પૂર્વે વસુદેવના ચરિત્ર સંબંધે કંઈ પણ જાણકારી નથી મળતી, ત્યાં નેમિનાથપુરાણમાં આ પ્રસંગે પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિસ્તાર ભયથી તે વિશે અહીં નથી લખવામાં આવ્યું. દોડુણ્ય (લગભગ ઈ.સ.૧૫૫૦), મંગરસ (ઈ.સ.૧૫૦૮) વગેરે કવિઓએ પોતાની કૃતિઓમાં કર્ણપાર્યની “વીરેશચરિત્ર' નામક બીજી એક કૃતિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ કૃતિ હજી સુધી ઉપલબ્ધ નથી થઈ. સોમનાથ
તેમણે કલ્યાણકારક નામક વૈદ્યક ગ્રંથ કન્નડમાં લખ્યો છે. જાણવા મળે છે કે તેમને વિચિત્રકવિ' નામક પદવી મળી હતી. સોમનાથે પોતાની રચનામાં લખ્યું છે કે મારા આ ગ્રંથનું સંશોધન સુમનોબાણ તથા અભયચન્દ્ર સિદ્ધાંતીએ કર્યું છે. આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે સોમનાથ સુમનોબાણના સમકાલીન હતા. સુમનોબાણનો સમય લગભગ ઈ.સ.૧૧૫૦ છે. સોમનાથના આ સમયની પુષ્ટિ શ્રવણબેલગોલના લગભગ ૧૧૨૫ ઈ.સ.ના શિલાલેખ નં. ૩૮૪થી પણ થાય છે. લેખમાં ગંગરાણના પુત્ર બોખના ગુરુ માધવચન્દ્રનો ઉલ્લેખ છે. આ જ માધવચન્દ્રની સ્તુતિ સોમનાથે પોતાના ગ્રંથમાં કરી છે. આથી શ્રી આર. નરસિંહાચાર્યના મતાનુસાર સોમનાથનો સમય લગભગ ૧૧૪૦ ઈ.સ. છે. સોમનાથનો કલ્યાણકારક વૈદ્યક ગ્રંથ આચાર્ય પૂજ્યપાદકૃત કલ્યાણકારક નામે સંસ્કૃત વૈદ્યક ગ્રંથનો જ કન્નડ અનુવાદ છે. સોમનાથે વાલ્મટ, ચરક વગેરેના વૈદ્યક ગ્રંથોથી પૂજ્યપાદના કલ્યાણકારકને શ્રેષ્ઠ બતાવ્યો છે. સાથે સાથે જ આમાં એમ પણ લખ્યું છે કે કલ્યાણકારકની ચિકિત્સા પદ્ધતિમાં મધ, માંસ તથા મધ નિષિદ્ધ છે. ગ્રંથના પ્રારંભે તીર્થંકર ચન્દ્રપ્રભ અને સરસ્વતીની સાથે માધવચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તી, અભયચન્દ્ર, કનકચન્દ્ર પંડિતદેવની પણ સ્તુતિ કરવામાં આવી છે.
કવિ સોમનાથ દ્વારા સંસ્તુત ઉપર્યુક્ત માધવચન્દ્ર, અભયચન્દ્ર અને કનકચન્દ્ર આ ત્રણે સમકાલીન હતા. આમાંથી માધવચન્દ્ર ત્રિલોકસારના ટીકાકાર, અભયચન્દ્ર ગોમ્મસારની મંદપ્રબોધિકા ટીકાના રચયિતા અને કનકનદિ ગોમ્મસારની રચનામાં સહાયક પ્રતીત થાય છે. જો મારું એ અનુમાન યોગ્ય હોય તો આ આચાર્યો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org