Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૫૫
સૃષ્ટિ ઊભી કરવામાં આવી છે. સપ્તમ આશ્વાસમાં હાસ્ય, વીર અને શૃંગારની સાથે સાથે અદ્દભુતરસનો પ્રયોગ થયો છે. નેમિનાથના ગર્ભાવતરણ તથા જન્માભિષેક વગેરેમાં ભક્તિની સાથે અભુત રસ મળે છે. નવમ આશ્વાસથી લઈ દ્વાદશ આશ્વાસ સુધી કૌરવ તથા પાંડવોના ચરિત્રમાં માત્સર્યાદિ ભાવોની સાથે રૌદ્રરસની તથા બલદેવ, વાસુદેવ, જરાસંધ અને કૌરવ તથા પાંડવોના યુદ્ધ પ્રસંગમાં વીરરસની પ્રધાનતા છે. દ્વાદશ આશ્વાસના અંતે વીર તથા રૌદ્રરસ, ત્રયોદશ આશ્વાસના આરંભમાં શ્રૃંગારરસ અને અંતે શુદ્ધ શાંતરસ તથા ચતુર્દશ આશ્વાસના પ્રારંભમાં શાંત, બલદેવના પ્રલાપમાં કરુણ તથા અંતે સ્વચ્છ શાંત રસનું વર્ણન પ્રાપ્ત થાય છે.
કર્ણપાર્ય “વાક્ય રસાત્મિજં વાવ્ય' એ પૂર્વ પરંપરાના પાકા અનુયાયી હતા. એટલા માટે કથાભાગ તથા રસ તરફ તેમનું જેટલું લક્ષ્ય હતું, તેટલું વર્ણન અને અલંકાર તરફ ન હતું. તેમના કાવ્યમાં વર્ણન અને અલંકાર ખૂબ ઓછાં છે. કવિના અધિકાંશ પદ્યોમાં નૃત્યનુપ્રાસ નામક શબ્દાલંકાર જ દૃષ્ટિગોચર થાય છે (આશ્વાસ ૬, પદ્ય ૩૪; આશ્વાસ ૭, પદ્ય ૧૩૧; આશ્વાસ ૮, પદ્ય ૧૩૦; આશ્વાસ ૧૧, પદ્ય ૯૯; આશ્વાસ ૧૨, પદ્ય ૧૧૮, ૧૨૭, ૧પ૬.). - આ પુરાણમાં ઉપમા, દૃષ્ટાંત, રૂપક, ઉલ્ટેક્ષા, અર્થાતરન્યાસ વગેરે અલંકારોના ઉદાહરણો સીમિત માત્રામાં જ મળે છે. અલંકારોમાં કર્ણપાર્યને ઉપમાલંકાર અધિક પ્રિય હતો. તે માટે આશ્વાસ ૧૦, ૧૧ અને ૧૨ વિશેષ ઉલ્લેખનીય છે.
કર્ણપાર્યની શૈલીમાં વિશેષતઃ પાંચાલી તથા વૈદભી રીતિ જ દૃષ્ટિગોચર થાય છે, તેમ છતાં ક્યાંક-ક્યાંક વીર, બીભત્સ અને રૌદ્ર રસને અનુકૂળ ગૌડી રીતિ પણ મળે છે (આશ્વાસ ૧૨, પદ્ય ૨૭૩ વગેરે). સ્વતંત્ર રચનાકાર હોવા છતાં પણ કર્ણપાર્વે પ્રાચીન સંસ્કૃત તથા કન્નડ કવિઓના ભાવોને પણ યથાવસર ગ્રહણ કર્યા છે. પ્રતિપાદ્ય વિષયને સુરુચિપૂર્ણ બનાવવા માટે તેમણે સંસ્કૃતના વ્યાવહારિક વાક્યો તથા કહેવતો ઉમેરીને વિષયને સુંદર બનાવ્યો છે. કવિ કર્ણપાર્વે પ્રાચીન વ્યાકરણના નિયમોનું પાલન ચોક્કસ કર્યું છે, છતાં પણ અનેક સ્થાને તેમણે કન્નડના નૂતન રૂપો પણ અપનાવ્યાં છે.
અન્યાય જૈન કવિઓની જેમ તેમણે પણ વૈદિક પુરાણોમાં વર્ણિત ત્રિમૂર્તિ, સમુદ્રમંથન, સમુદ્રમંથનથી લક્ષ્મીની ઉત્પત્તિ વગેરે વૈદિક વાતોને દૃષ્ટાન્ત રૂપે લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org