Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
નથી. એટલા માટે સર્વપ્રથમ બ્રહ્મશિવકાલીન વાતાવરણનું અધ્યયન કરવું ખૂબ જ આવશ્યક છે. વસ્તુતઃ આ યુગ ખંડન-મંડનનો યુગ હતો. કર્ણાટકમાં જ નહિ પરંતુ સંપૂર્ણ દેશમાં ખંડન-મંડનની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, આથી અન્ય મતોનું ખંડન કરીને બ્રહ્મશિવે કોઈ અનુચિત કામ નહોતું કર્યું. વળી કોઈ પણ ધર્મ પોતાની સત્તાને ત્યાં સુધી જ કાયમ રાખી શકે છે જ્યાં સુધી તે દેશના તત્કાલીન વાતાવરણને અનુકૂળ પોતાના બાહ્યરૂપમાં કંઈક ને કંઈક પરિવર્તન સ્વીકારી લે. તેનાં ધાર્મિક ઈતિહાસમાં એક-બે નહિ સેંકડો દૃષ્ટાન્ત જોવા મળે છે. આને જ લક્ષ્યમાં રાખીને આચાર્ય જિનસેને પોતાના કાળમાં જૈન ધર્મના બાહ્ય રૂપમાં ઘણું જ પરિવર્તન કરી નાખ્યું હતું.
૫૦
તેનું એકમાત્ર કારણ દેશનું ક્ષુબ્ધ વાતાવરણ જ હતું. વાસ્તવમાં જો તેઓ તે સમયે રૂઢિવાદી બની રહેત તો ખબર નહિ કર્ણાટકમાં જૈન ધર્મની શું સ્થિતિ હોત ? આચાર્ય જિનસેને તે સમયે ખૂબ જ દૂરદર્શિતાથી કામ લીધું, નહિતર મોટો અનર્થ થઈ જાત. જૈનાચાર્યોમાં પરસ્પર દેખાતા માન્યતા-ભેદનું મૂળ કારણ પણ દેશનું તત્કાલીન વાતાવરણ જ છે. નિષ્પક્ષ જૈનેતર વિદ્વાનોનો પણ મત છે કે સમયપરીક્ષાથી તત્કાલીન સમાજની પરિસ્થિતિનો બોધ થાય છે.
બ્રહ્મશિવની બીજી કૃતિ ત્રૈલોક્યચૂડામણિસ્તોત્ર છે. તેમાં છવ્વીસ (૨૬) વૃત્ત છે. તેનું અપરનામ છવ્વીસરત્નમાલા પણ છે. પ્રત્યેક પદ્ય ત્રૈલોક્યચૂડામણિ શબ્દથી સમાપ્ત થાય છે. આમાં બ્રહ્મશિવે અન્ય મતોની માન્યતાઓનું ખુલ્લા શબ્દોમાં ખંડન કર્યું છે. એમ તો સમાલોચના કોઈ ખરાબ વસ્તુ નથી, છતાં પણ તેમાં કડક શબ્દોનો ઉપયોગ ન કરતાં સૌમ્ય શબ્દોનો પ્રયોગ આવશ્યક છે. કોઈ પણ વાતને કડવા શબ્દોની અપેક્ષાએ મીઠા શબ્દો દ્વારા સમજાવવી અધિક લાભદાયી થાય છે. ઉલટું કડવા શબ્દોના પ્રયોગથી ક્યારેક-ક્યારેક મોટો અનર્થ પણ થઈ જાય છે. સમાલોચનાનું પણ એક સ્તર હોવું જોઈએ.
કર્ણપાર્ય
તેમણે નેમિનાથપુરાણની રચના કરી છે. કર્ણીપ, કર્ણામય્ય વગેરે તેમના કેટલાંય નામ હતા. કર્ણપાર્યને ૫૨મજિનમતક્ષીરવારાશિચન્દ્ર, સમ્યક્ત્વરત્નાકર, ભુવનૈકભૂષણ, ગાંભીર્યરત્નાકર, ભવ્યવનજવનમાર્તંડ વગેરે અનેક પદવીઓ મળી હતી. તેમણે પોતાની રચનામાં ક્યાંય પણ પોતાનો સમય બતાવ્યો નથી. એથી કર્ણપાર્યના સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. આર. નરસિંહાચાર્યના મતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org