Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૪૯
હતો. તેની પુષ્ટિ કવિના નામથી પણ થાય છે. રૈલોક્ય ચૂડામણિસ્તોત્રના અંતિમ પદ્યથી સિદ્ધ થાય છે કે રાજસમ્માન સાથે સાથે તેમને “કવિચક્રવર્તી'ની પદવી પણ મળી હતી. બ્રહ્મશિવે પોતાની સમયપરીક્ષાનો આરંભ ચાલુક્ય ત્રૈલોક્યમલ્લના પુત્ર કીર્તિવર્ગની સ્તુતિથી કર્યો છે. તેનાથી બ્રહ્મશિવ કીર્તિવર્મના સમકાલીન (ઈ.સ.૧૧૨૫) હોવાનું જણાય છે. તેમના ગુરુ મુનિ વીરનદિ ઈ.સ.૧૧૧પમાં સ્વર્ગસ્થ મેઘચન્દ્ર-સૈવિઘના શિષ્ય હોવાનું જણાય છે.
આ વીરનદિ તે જ છે, જેમણે શક સંવત્ ૧૦૭૬ (ઈ.સ.૧૧૫૩)માં સ્વકૃત આચારસારની એક કન્નડ ટીકા લખી હતી (કન્નડ વિચરિતે, પૃષ્ઠ ૧૬૮). જોકે શ્રવણબેલગોલના ઉપર્યુક્ત શિલાલેખમાં આચાર્ય વીરનન્દિનો ઉલ્લેખ મેઘચન્દ્રના “આત્મજાત' રૂપે થયો છે, એટલે શ્રી આર. નરસિંહાચાર્યે પોતાના “કવિચરિતે'માં આત્મજાતનો અર્થ પુત્ર કર્યો છે, પરંતુ અહીં આત્મજાત શબ્દનો અર્થ પુત્ર ના કરતાં શિષ્ય કરવો જ સર્વથા ઉચિત છે, કેમકે મુનિ અવસ્થામાં કોઈની પણ સાથે પુત્ર, પૌત્રાદિ પહેલાંનો સંબંધ જોડવો સર્વથા આગમવિરુદ્ધ છે. જ્યારે તેઓ એક વાર બધું ત્યાગીને એકાત્તતઃ અકિંચન બની ગયા ત્યારે તેમની સાથે પુત્રાદિનો પૂર્વ સંબંધ કેમ જોડી શકાય ? વસ્તુતઃ શિષ્ય પુત્રતુલ્ય હોવાને કારણે આલંકારિક શબ્દોમાં તેને આત્મજાત, આત્મજ, તનુજ વગેરે કહેવામાં આવે છે.
કેશિરાજે પોતાના “શબ્દમણિદર્પણ'ના ૭૫મા સૂત્ર નીચે બ્રહ્મશિવના એક પદ્યના અંતિમ ભાગને ઉદાહરણ રૂપે ઉદ્ધત કર્યો છે. કવિએ જૈસ્માર્ગનિશ્ચિતચિત્ત, જિનસમયસુધાર્ણવ-ધર્મચન્દ્ર, જિનધર્મામૃતવાર્ષિવર્ધન શશાંક, તીવ્રમિથ્યાત્વબંધચક્કાંશુ વગેરે શબ્દો દ્વારા પોતાના ગુણો પ્રકટ કર્યા છે. - સમયપરીક્ષામાં ધર્મને આમાંગમધર્મ અને અનાયાગમધર્મ આ બે ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યો છે. કવિએ આમાં સૌર, શૈવ, વૈષ્ણવ વગેરે ધર્મોને અમાન્ય તથા સદોષ ઠરાવી જૈન ધર્મને સર્વોત્કૃષ્ટ બતાવ્યો છે. ગ્રંથ પ્રારંભથી અંત સુધી કંદ પદ્યોમાં જ રચવામાં આવ્યો છે. તે પંદર અધિકારોમાં વિભક્ત છે. ગ્રંથનો બંધ સરળ તથા લલિત છે. કન્નડ સાહિત્યના મર્મજ્ઞો આ પ્રકારના સમીક્ષાગ્રંથોને લખનાર કન્નડ કવિઓમાં બ્રહ્મશિવને પ્રથમ કવિ માને છે.
પ્રત્યેક વિચારશીલ વ્યક્તિ એ વાતનો અવશ્ય સ્વીકાર કરશે કે દરેક લેખક પર દેશ કે તત્કાલીન વાતાવરણનો પ્રભાવ ચોક્કસ પડે છે, તેને કોઈ રોકી શકતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org