Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પપયુગ
૪૫
સર્વત્ર ઉપમા, માલોપમા, દૈનંદિન અનુભવના પ્રાસંગિક દૃશ્યોનું સાદગ્ય અને લોકોક્તિઓ વગેરે જ ઉપલબ્ધ થાય છે. એટલા માટે પંડિતોને આ ગ્રંથ ચમત્કારરહિત અને નીરસ પ્રતીત થઈ શકે છે, પરંતુ સામાન્ય જનતા આ જ રીતના ગ્રંથોને અધિક પસંદ કરે છે. તેને ચમત્કારિતા અને અલંકારવૈચિત્રય વગેરે પસંદ નથી હોતાં. કન્નડ શબ્દોના પ્રયોગમાં પણ નયસેને વ્યાકરણસમ્મત તથા પૂર્વકવિઓ દ્વારા પ્રયુક્ત શુદ્ધ પ્રાચીન કન્નડને ન અપનાવતાં પોતાના કાળની નવીન કન્નડમાં જ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી છે. હર્ષની વાત છે કે કવિએ પોતાની આ પ્રતિજ્ઞાને અંત સુધી નિભાવી છે. હા, પ્રતિજ્ઞાનુસાર ધર્મામૃતમાં તત્કાલીન કન્નડની સાથે સાથે જ ગદ્યકાલીન કન્નડ પણ ઉપલબ્ધ છે.
જૈનોના અનુયોગ-ચતુષ્ટય અંતર્ગત પ્રથમાનુયોગ સંબંધી પુરાણ, કાવ્ય તથા ચરિત્ર વગેરે ગ્રંથોનો એકમાત્ર આશય માનવને દુરાચારથી હટાવી સદાચારમાં લગાડવાનો છે. એટલા માટે આ અનુયોગ સાથે સંબંધ રાખનાર પ્રત્યેક ગ્રંથમાં પાઠકોને હિંસા વગેરે દુરાચારથી થનારી હાનિ તથા અહિંસા વગેરે સદાચારથી થનારી ઉપલબ્ધિઓ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. જે પ્રકરણમાં જેની પ્રધાનતા હોય, તેમાં તેની જ પ્રશંસા કરવામાં આવી છે. “જેનાં લગ્ન તેનાં ગીત'ની લોકોક્તિ અહીં ચરિતાર્થ થઈ છે. - તેમાં સંદેહ નથી કે મહાપુરુષોના ચરિત્રશ્રવણથી થોડા પણ સમય માટે, મનમાં પાપભીતિ તથા સંસારથી વિરક્તિ ચોક્કસ થાય છે. વસ્તુતઃ મનની પવિત્રતા જ આત્મકલ્યાણનો પાયો છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે “મન પર્વ મનુષ્યનાં વારમાં વંધમોક્ષયોઃ'. સંપૂર્ણ રામાયણની કથા સાંભળ્યા પછી એક સામાન્ય વ્યક્તિ પણ એટલું ચોક્કસ જાણી જાય છે કે રાવણની જેમ ન ચાલતાં રામની જેમ ચાલવું જોઈએ. રામાયણ સાંભળવાનું એ જ ફળ છે.
અસ્તુ, નયસેનનું ધર્મામૃત પણ પ્રથમાનુયોગ સંબંધી ગ્રંથ છે. આનો પણ ઉદેશ્ય તે જ છે જે પ્રથમાનુયોગસંબંધી બીજા ગ્રંથોનો હોય છે. શ્રી આર. નરસિંહાચાર્યના શબ્દોમાં નયસેનનો આ ગ્રંથ મૂદુમધુરપદગુંફિત, નીતિશ્લોકjજરંજિત લલિત કૃતિ છે. તેમાં સંદેહ નથી કે ધર્મામૃતના રચયિતા નયસેન એક પ્રૌઢ કવિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org