Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४४
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કારણ છે કે આનું બધું શ્રેય નયસેનને આપવામાં આવે છે.
જોકે જી. વેંકટસુબ્બચ્ચની એ વાત સાથે હું સહમત નથી કે જૈનોનું બધું કથા સાહિત્ય વૈદિક અને બૌદ્ધ કથા સાહિત્યનું રૂપાંતર છે. આ સંબંધમાં તેમને એટલું જ નિવેદન કરવા માગુ છું કે નિષ્પક્ષ દૃષ્ટિએ સમગ્ર જૈન કથા સાહિત્યનું એક વાર બારીકીથી અધ્યયન કરી લે. કોઈ પણ વિષયના માત્ર ઉપરછલ્લા અધ્યયનના આધારે પોતાનો મત આપવો યોગ્ય નથી. | નયસેનને કન્નડમાં સંસ્કૃતના દીર્ઘ સમાસોવાળી જૂની પ્રૌઢ શૈલીનું અનુકરણ પસંદ ન હતું. એટલા માટે તેમણે પોતાના એક પદ્યમાં એવા જૂના કવિઓની ખુલ્લા શબ્દોમાં મજાક પણ કરી છે. કથન છે કે “સંસ્કૃતમાં લખો કે શુદ્ધ કન્નડમાં, પરંતુ કન્નડમાં સંસ્કૃતના દીર્ઘ સમાસો જોઈને, શૈલીને ગહન ન બનાવો. આનાથી તેલ અને ઘીની ભેળસેળની જેમ બંનેમાંથી કંઈ પણ ભોગયોગ્ય નથી રહેતું.” તેમ છતાં તેમનો અભિપ્રાય એવો નથી કે નયસેન કન્નડમાં સંસ્કૃત શબ્દો અપનાવવાનો નિષેધ કરે છે, ઉપર્યુક્ત પદ્યમાં જ તૈલ અને વૃત આ સંસ્કૃત શો પ્રયોગ પણ કર્યો છે. કહેવાનો અભિપ્રાય એટલો જ છે કે સંસ્કૃતના સુલભ શબ્દોને કન્નડમાં લેવામાં કોઈ હાનિ નથી. હા, કઠિન શબ્દોના પ્રયોગથી કવિનો આશય જાણવામાં જનસાધારણને ખૂબ તકલીફ પડે છે. તેમાં સંદેહ નથી કે કોઈ પણ ગ્રંથ સુલભ શૈલીમાં લખવાથી જ લોકમાન્ય થઈ શકે છે.
નયસેન કૃત ધર્મામૃતમાં કુલ ૧૪ આશ્વાસ છે. આ આશ્વાસોમાં ક્રમશઃ સમ્યગ્દર્શન, તેનાં આઠ અંગ તથા અહિંસા વગેરે પાંચ અણુવ્રતોનું નિરતિચાર અનુષ્ઠાન કરી સગતિ પ્રાપ્ત કરનારા મહાત્માઓની પવિત્ર કથાઓ સુંદર ઢંગથી નિરૂપિત છે. ગ્રંથની શૈલી સરળ સ્વાભાવિક છે. કવિ સરળ શૈલીના જ પક્ષપાતી છે. આમાં પ્રસિદ્ધ વૃત્ત જ અધિક છે, અપ્રસિદ્ધ વૃત્ત ખૂબ ઓછાં છે. આ જ રીતે આમાં કંદો (છત્ત્વ વિશેષ)ની પણ અધિકતા છે. વિલક્ષણતા તેમના ગદ્યમાં આ જ દૃષ્ટિગોચર થાય છે. કન્નડ ચંપૂ ગ્રંથોમાં આવતું ગદ્ય અધિક માત્રામાં કાદંબરી, હર્ષચરિત વગેરેની શૈલીનું છે. પરંતુ આ શૈલીમાં અને નયસેનની શૈલીમાં ઘણું અંતર છે. નયસેનની શૈલીમાં શોધવા છતાં પણ પ્રાચીન કવિઓના પ્રિય પરિસંખ્યા, વિરોધાભાસ, શ્લેષ, અત્યુક્તિ વગેરે અલંકારો નથી મળતા. ક્યાંય પણ જુઓ,
૧. આ સંબંધમાં “ઉપાયન' વગેરે અભિનંદન ગ્રંથોમાં પ્રકાશિત “જૈન કથા સાહિત્ય
શીર્ષક મારો લેખ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org