Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
પંપરામાયણમાં સીતા દ્વારા અગ્નિપ્રવેશની ઘટના રામ-રાવણ યુદ્ધ પછી તથા અયોધ્યા જતાં પહેલાં ઘટિત નથી થતી, પરંતુ તેથી ઉલટું લવ-કુશના જન્મ પછી ઘટિત થાય છે. વસ્તુતઃ અગ્નિપ્રવેશ પછી વિરક્ત થઈ, તે જિન-દીક્ષા જ લઈ લે છે. વિરક્તિનું કારણ એકમાત્ર તેની પર લગાવવામાં આવેલ મિથ્યા લાંછન જ હતું. લક્ષ્મણનો અદ્ભુત ભ્રાતૃપ્રેમ, સીતાનો અસીમ પતિપ્રેમ, વૈભવશાળી સુંદર અને શૂરવીર હોવા છતાં પણ પરદારાભિકાંક્ષી રાવણનો સીતા દ્વારા તિરસ્કાર, અહિંસાદિ વ્રતોનું માર્મિક વર્ણન, વાનર, હાથી વગેરે પશુઓનો ધર્મ પર અચલ પ્રેમ, મુનિ-આર્થિકા વગેરે ત્યાગી-તપસ્વીઓનાં આદર્શ ચરિત્રોનું સજીવ વર્ણન વગેરે પ્રસંગો સામાન્ય જનતા પર પણ ઊંડો પ્રભાવ પાડે છે.
૩૮
પંપરામાયણમાં વિશ પાઠક રાવણને માનવોચિત દયા, ક્ષમા, સૌજન્ય, ગાંભીર્ય તથા ઔદાર્ય વગેરે મહાન ગુણોથી યુક્ત જોશે. જૈન રામાયણમાં જ નહિ, પરંતુ વાલ્મીકિરામાયણમાં પણ કેટલાક સ્થાનો પર રાવણને ‘મહાત્મા’ શબ્દથી સંબોધિત કરવામાં આવ્યો છે (સુંદરકાંડ, સર્ગ ૫, ૧૦, ૧૧). એટલું જ નહિ, વાલ્મીકિ રામાયણથી એમ પણ સિદ્ધ થાય છે કે રાવણની રાજધાનીમાં ઘરે-ઘરે વેદપાઠી વિદ્વાન હતા અને પ્રત્યેક ઘરમાં હવનકુંડ હતો. ધર્માત્મા રાવણના મહેલોમાં ક્યારેય કોઈ પણ અશુભ કાર્ય નહોતું કરવામાં આવતું, પરંતુ પ્રતિપાદિત શુભ કર્મ જ કરવામાં આવતાં હતાં (સુંદરકાંડ, સર્ગ ૬ તથા ૧૮).૧
-
પંપરામાયણના નિમ્નલિખિત પ્રકરણોનું વર્ણન વિશેષ ઉલ્લેખનીય છે – (૧) સ્વયંવર પછી સીતાને જોવા કુતૂહલથી નારદ મુનિ રૂપે આકાશ માર્ગે મિથિલા આવે છે અને મોકો મેળવીને અંતઃપુરમાં પ્રવેશ કરી જાય છે. છદ્મવેશી નારદને સીતા અચાનક જોઈ જાય છે અને તેમના વિચિત્ર રૂપથી ભયભીત થઈ, તે જોરથી ચીસ પાડી ઊઠે છે. તે દયનીય અવાજ સાંભળી અંતઃપુરની રક્ષિકાઓ દોડી આવે છે. ત્યાં સુધીમાં નારદ પોતાના અનુચિત વ્યવહાર માટે સ્વયં લજ્જિત થઈને, ત્યાંથી પાછા ચાલી નીકળે છે. આ વર્ણન સ્વાભાવિક સુંદર તથા ખૂબ જ હૃદયગ્રાહી છે. આનો અનુભવ એક ભુક્તભોગી જ કરી શકે છે. આ વર્ણનમાં સત્ય, સૌંદર્ય તથા ચાતુર્ય વગેરે બધું અન્તર્હિત છે (પંપરામાયણ, આશ્વાસ ૪, પદ્ય ૮૦-૮૮).
૧.
‘જૈન સિદ્ધાન્ત-ભાસ્કર', ભાગ ૬, કિરણ ૧માં પ્રકાશિત ‘જૈન રામાયણ કા રાવણ’શીર્ષક મારો લેખ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org