Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
વાત યથાર્થ હોય તો કંતિ, પંપની સમસામયિક સિદ્ધ થાય છે. અભિનવપંપનો સમય લગભગ ૧૧૦૦ ઈ. છે. ઉપર્યુક્ત ગાળામાં પણ દ્વારસમુદ્રનો તત્કાલીન શાસક બલ્લાલ (ઈ.સ.૧૧૦૦-૧૧૦૬) જ હોવો જોઈએ. એમ જણાય છે કે તેની સભામાં પંપ, કંતિ વગેરે સુયોગ્ય કવિઓ અવશ્ય હતા.
આજ સુધીના સંશોધન મુજબ કન્નડ કવિયિત્રિઓમાં કંતિ જ પ્રથમ કવયિત્રી છે. કેટલાક ફુટકળ ઉલ્લેખોથી જાણ થાય છે કે મહાકવિ પંપ અને કંતિ વચ્ચે બરાબર સંવાદ ચાલતો રહ્યો. સાથે સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે કોઈ પ્રકરણમાં એક દિવસ પંપે કંતિ સમક્ષ એવું પણ લીધું કે ગમે તે થાય કોઈ દિવસ હું તારી પાસે ચોક્કસ મારી સ્તુતિ કરાવીશ. આ જટિલ સમસ્યા હલ કરવા માટે અભિનવપંપે એક દિવસ કંતિ પાસે પોતાના મૃત્યુના દુ:ખદ સમાચાર મોકલાવ્યા.
આ ખબરથી કવિયત્રી કંતિ બહુ દુ:ખી થઈ અને દોડતી પંપના ઘરે પહોંચીને ‘કવિરાય, કવિપિતામહ, કવિકંઠાભરણ, કવિશિખા પંપ' વગેરે પદ્યો દ્વારા કંતિએ મહાકવિ પંપની મુક્તકંઠે પ્રશંસા કરી ત્યારે પંપ ઊઠીને બહાર આવ્યો અને પ્રસન્ન થઈને કંતિને કહ્યું કે ‘આજે મારું પૂર્વ પણ પૂરું થઈ ગયું.' કંતિ પણ મહાકવિને સામે જોઈને ખૂબ પ્રસન્ન થઈ. ‘કંતિહંપનસમસ્પેગળુ' નામનાં જે પદ્ય અત્યારે ઉપલબ્ધ થાય છે, તે સાહિત્યની દૃષ્ટિએ પણ સુંદર છે. કવયિત્રી કંતિના સંબંધમાં આનાથી અન્ય કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.
નયસેન
૪૧
તેમણે ‘ધર્મામૃત’ની રચના કરી છે. નાગવર્મે (લગભગ ૧૧૪૫ ઈ.) પોતાના ‘ભાષાભૂષણ’ના ‘વીર્થોર્નિયસેનસ્ય' નામક સૂત્ર (૭૨)માં ઉપર્યુક્ત નયસેનના મતાનુસાર સંબોધનમાં દીર્થનો સ્વીકાર કર્યો છે. આનાથી સિદ્ધ થાય છે કે નયસેને એક કન્નડ વ્યાકરણ પણ રચ્યું હતું. પરંતુ હજી સુધી તેની પ્રતિ મળી નથી. કવિની કૃતિઓમાં એકમાત્ર ધર્મામૃત જ ઉપલબ્ધ છે. શ્રી નરસિંહાચાર્ય અનુસાર નયસેને આ ધર્મામૃત વર્તમાન ધારવાર જિલ્લા અંતર્ગત મુલુગુન્દમાં રચ્યું હતું.
શ્રી આર. નરસિંહાચાર્યે પોતાના ‘કવિચરિતે’માં ‘િિશિધિવાયુમાર્પશશિસંશ્રે’ નામક ધર્મામૃતના આ અસમગ્ર પદ્યના આધારે આ ગ્રંથનો રચનાકાળ શક સંવત ૧૦૩૭ બતાવ્યો છે. પરંતુ તેમણે શંકા પ્રકટ કરી છે કે ઉક્ત પદ્યના ઉત્તરાર્ધ્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org