Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૩૫
કરવામાં આવી હતી. પહેલા ગ્રંથનું ગ્રંથપ્રમાણ ગદ્ય-પદ્ય સાથે મળી ૨૦૩૧ છે જયારે બીજા ગ્રંથમાં માત્ર ૨૩૪૩ પદ્ય છે. બંનેનો બંધ બહુ જ લલિત તથા મનોહર છે. બંને ગ્રંથોના આશ્વાસોના અંતે નિમ્ન ગઘાંશ લખાયેલો મળે છે, "इदु (1) परमजिनसमयकुमुदनीशरच्चन्द्रबालचन्द्रमुनीन्द्रचरणनखकिरणचन्द्रिकाचकोरं भारतीकर्णपूरं श्रीमदभिनव-पंपविरचितमप्पः ।
મલ્લિનાથપુરાણની કથા નાની છે. માત્ર રસપુષ્ટિ તથા આનુષંગિક વર્ણનોને કારણે ગ્રંથનું પ્રમાણ વધી ગયું છે. તેમ છતાં આમાં કલ્પનાસ્વાતંત્ર્ય માટે પર્યાપ્ત શક્યતા હતી. મલ્લિનાથની અપેક્ષાએ પંપરામાયણ મોટું છે. આમાં પાત્રોનું ચરિત્રચિત્રણ બહુ જ સુંદર ઢંગથી થયું છે. ગ્રંથમાં લૌકિક અનુભવનો પુટ પણ યથેષ્ટ રૂપે મળે છે. નાગચન્ટ મલ્લિનાથપુરાણનાં એક-બે જ નહિ, પરંતુ અનેક મહત્ત્વપૂર્ણ સુંદર પદ્યો પંપરામાયણમાં લઈ લીધા છે. કવિ આગમ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, સાહિત્ય વગેરે બધા વિષયોમાં નિષ્ણાત હતા. તેમના ગુર મુનિ બાલચન્દ્ર પણ સકલગુણસંપન્ન ઉચ્ચકોટિના વિદ્વાનોમાંના હતા. આથી શિષ્ય નાગચન્દ્રનું તદનુરૂપ હોવું સર્વથા સ્વાભાવિક છે. શાંતરસ કવિને અધિક પ્રિય હતો. આથી તેમની બંને કૃતિઓ શાંતરસપ્રધાન છે. આમાં નિઃશ્રેયસ પદપ્રાપ્તિની લાલસાની સાથોસાથ ગુરુનો પ્રભાવ પણ મુખ્ય હેતુ હોઈ શકે છે. પોતાના શ્રદ્ધેય ગુરુ વિશે નાગચન્દ્રની અસીમ ભક્તિ હતી. તેમાં સંદેહ નથી કે કવિનાં તન, મન અને ધન આ ત્રણેય જિનેન્દ્રદેવની સેવા માટે જ અર્પિત હતાં. એટલા માટે જિનાર્ચના અને જિનગુણવર્ણનની સાથે સાથે તેમણે વિજયપુરમાં મલ્લિનાથજિનાલયનું નિર્માણ કરાવી પોતાના વૈભવને સફળ બનાવ્યો હતો. પરમજિનભક્તિ, આચાર્યપાદપધ્રોપજીવી નાગચન્દ્ર પોતાના કાવ્ય તથા સદાચરણ માટે અમર રહેશે.
બેન્દ્રજીનું અનુમાન છે કે મહાકવિ હોવાની પહેલાં નાગચન્દ્રને શિલાલેખોના કવિ હોવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત હતું કેમકે વિજયપુરના શિલાલેખોમાં જ નહિ પરંતુ શ્રવણબેલગોળના કેટલાય શિલાલેખોમાં તેમના ઘણાં પદ્ય વિદ્યમાન છે. તેમાં સહેજ પણ સંદેહ નથી કે જૈન કવિઓએ જ મુખ્યત્વે શાંતરસને અપનાવ્યો છે. કાવ્યાધ્યયનનો ઉદેશ્ય રાગદ્વેષ વધારવાનો નથી, પરંતુ અનંત સુખની આધારભૂત દર્શન વિશુદ્ધિની પ્રાપ્તિ છે. એક ધર્મનિષ્ઠ વ્યક્તિ કવિઓ પાસેથી ચક્રવર્તીના અસીમ વૈભવ કે દેવેન્દ્રના સ્વર્ગીય સુખનું વર્ણન સાંભળવા નથી માગતો, કેમકે તે બધું નશ્વર છે. તે ચાહે છે અક્ષય સુખને મેળવવાનો સુગમ તથા નિષ્કટક ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org