Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૩૩
વિષ્ણુવર્ધનની સભામાંથી બીજાપુર જઈને ત્યાંના ચાલુક્ય યુવરાજ મલ્લિકાર્જુનની સભામાં રહ્યા હશે અને લગભગ ૧૧૨૦ ઈ.માં બીજાપુરનો શિલાલેખ લખ્યો હશે. બિજાપુરના શિલાલેખના પદ્ય માં ઉલ્લેખિત મલ્લિકાર્જુનના પ્રોત્સાહન તથા સહાયથી જ કવિ નાગચન્દ્ર વિજયપુર (બીજાપુર)માં મલ્લિદેવના નામ મલ્લિજિનેન્દ્રનું મંદિર બનાવ્યું હશે અને ત્યાં જ “મલ્લિનાથપુરાણ'ની રચના કરી હશે. સંભવતઃ ગ્રંથ સમાપ્ત થતાં પહેલાં જ મલ્લિકાર્જુન સ્વર્ગવાસી થઈ ગયા હશે અને એટલા માટે પછીથી તેમના અનુજ તૃતીય સોમેશ્વરની સભામાં રહીને કવિ નાગચજે ઉપર્યુક્ત મલ્લિનાથપુરાણ પૂરું કર્યું હશે.
મલ્લિનાથપુરાણના “નિનવિમવોઃાં સનાત' નામક પદ્યથી જાણ થાય છે કે કવિ નાગચન્દ્ર ઘણા સંપન્ન હતા. તેમના ગ્રંથોથી જાણ થાય છે કે કવિને ભારતીકપૂર, કવિતામનોહર, સાહિત્યવિદ્યાધર, ચતુરકવિ, નાસ્થાનરત્નપ્રદીપ, સાહિત્ય-સર્વજ્ઞ અને સૂક્તિમુક્તાવલંસ પદવીઓ મળી હતી. નાગચન્દ્રના ગુરુ મુનિ બાલચન્દ્ર હતા. પરંતુ બાલચન્દ્ર નામક ઘણી વ્યક્તિ થઈ છે. એટલા માટે તેમાંથી કવિ નાગચન્દ્રના ગુરુ મુનિ બાલચન્દ્ર કયા હતા, તે કહેવું મુશ્કેલ છે. શ્રી ગોવિન્દ પૈ નંજેશ્વરનો મત છે કે શ્રવણબેલગોળના ૧૫૮મા શિલાલેખમાં અંકિત બાલચન્દ્ર જ નાગચન્દ્રના ગુરુ હશે. પરંતુ આ શિલાલેખના ઘણા અક્ષરો જ્યાં-ત્યાં ઘસાઈ ગયા છે જેથી મુનિ બાલચન્દ્ર સંબંધમાં વિશેષ કંઈ પણ જાણી શકાતું નથી. દુર્ભાગ્યે શિલાલેખમાં લેખનકાળ પણ નથી આપવામાં આવ્યો.
છતાં પણ શ્રી ગોવિન્દ પૈનો એવો સુનિશ્ચિત મત છે કે નાગચન્દ્ર દ્વારા પોતાના મલ્લિનાથપુરાણ (આશ્વાસ ૧, પદ્ય ૨૦) તથા પંપરામાયણ (આશ્વાસ ૧, પદ્ય ૧૯)માં સ્તુત સ્વગુરુ બાલચન્દ્ર ઉપર્યુક્ત બાલચન્દ્ર જ છે (જુઓ, “અભિનવ પંપમાં પ્રકાશિત ગોવિન્દ પૈનો લેખ). કર્ણપાર્ય (લગભગ ૧૧૪૦ ઈ.) દુર્ગસિંહ (લગભગ ૧૧૪૫ ઈ.), પાર્શ્વ (ઈ.સ.૧૨૦૫), જa (ઈ.સ.૧૨૦૯), મધુર (ઈ.સ. લગભગ ૧૩૮૫), મંગરસ (ઈ.સ.૧૫૦૮) વગેરે માન્ય કવિઓએ નાગચન્દ્રની સ્તુતિ કરી છે. નાગવર્મ કેશિરાજ વગેરે લક્ષણ ગ્રંથકારોએ પણ ઉદાહરણરૂપે નાગચન્દ્રના ગ્રંથોનાં પદ્યો ઉદ્ધત કર્યા છે.
જન્મસ્થાન વગેરેની જેમ કવિ નાગચન્દ્રના કાળ સંબંધમાં પણ વિદ્વાનોમાં મતભેદ છે. “કર્ણાટકકવિચરિત'ના વિદ્વાનું લેખક શ્રી નરસિંહાચાર્યનું અનુમાન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org