Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૦
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
જાતકતિલક એક સુંદર કૃતિ છે. કવિએ વિવેચ્ય વિષયોની સરળ શૈલીમાં સુંદર છણાવટ કરી છે. તે મૈસૂર રાજકીય પુસ્તકાલય તરફથી પ્રકાશિત થયેલ છે. ગ્રંથ હિન્દીમાં અનુવાદ કરવા યોગ્ય છે.' દિવાકરનન્ટિ
તેમણે ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રની કન્નડવૃત્તિ લખી છે. આ વાતનો ઉલ્લેખ આપણને નગરના ૫૭મા અભિલેખમાં મળે છે. દિવાકરનદિના ગુરુ ભટ્ટારક ચન્દ્રકીર્તિ હતા. એમ જણાય છે કે દિવાકરનજિ “સિદ્ધાન્તરત્નાકર' નામક બહુમૂલ્ય ઉપાધિથી વિભૂષિત હતા. નગરના ૫૭મા તથા ૫૮મા અભિલેખોમાં તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ઉપર્યુક્ત અભિલેખોના લેખક મલ્લિનાથ તેમના જ પ્રશિષ્ય હતા. દિવાકરનન્દિના શિષ્ય સકલચન્દ્ર અને સકલચન્દ્રના શિષ્ય મલ્લિનાથ હતા. મલ્લિનાથના પિતા પટ્ટણસ્વામી નોક્ક પણ દિવાકરનદિના જ શિષ્ય હતા. ઉક્ત શિલાલેખોમાં પટ્ટણસ્વામી નોક્ક દ્વારા પ્રદત્ત દાનનો વિસ્તૃત ઉલ્લેખ છે.
ઉપર્યુક્ત શિલાલેખો ચાલુક્ય શાસક રૈલોક્યમલ્લના શાસનકાળમાં તથા વીર શાંતારના સમયમાં લખવામાં આવેલ હતા. ૫૮મા શિલાલેખમાં તેનો લેખનકાળ પણ અંકિત છે, તે શા. શક સંવત ૯૮૪ (ઈ.સ.૧૦૬૨)માં લખવામાં આવ્યો હતો. સ્વ. આર. નરસિંહાચાર્યે પોતાના “કવિચરિતે'માં દિવાકરનદિનો જે સમય નિર્ધારિત કર્યો છે, તે આ જ શિલાલેખના આધાર પર કર્યો હશે. તેમાં સંદેહ નથી કે દિવાકરનદિ એક સુયોગ્ય વિદ્વાન હતા. તેઓ માત્ર કન્નડના જ વિદ્વાન ન હતા, પરંતુ સંસ્કૃતના પણ વિદ્વાન હતા. તેમણે પોતાની તસ્વાર્થવૃત્તિનું મંગલાચરણ સંસ્કૃતમાં નીચે મુજબ કર્યું છે –
_ 'नत्वा जिनेश्वरं वीरं वक्ष्ये कर्णाटभाषया ।
___तत्त्वार्थसूत्रमूलार्थ मंदबुद्ध्यनुरोधनः॥ દિવાકરનદિની ઉક્ત તત્ત્વાર્થવૃત્તિના અંતે એક ગદ્ય છે, જેનાથી જાણ થાય છે કે તેમના ગુરુ માત્ર પૂર્વોક્ત ભટ્ટારક ચન્દ્રકીર્તિ જ નહોતા, પરંતુ પદ્મનન્દિ સિદ્ધાન્તદેવ પણ હતા. આ વૃત્તિમાં વૃત્તિકાર દિવાકરનક્તિએ પોતાની આ વૃત્તિનો લઘુવૃતિના નામ સાથે જ ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે જ આ ગદ્યમાં દિવાકરનક્તિએ પોતાને “આસાધિત સમસ્ત સિદ્ધાંતામૃતપારાવાર’ બતાવ્યા છે. ઉમાસ્વાતિકૃત
૧. વિશેષ જિજ્ઞાસુ “જતકતિલક' – “જૈન સંદેશ' (શોધાંક ૨૮), ભાગ-૨૭, સં. ૪૮, મથુરા
૧૯૬૪, માં પ્રકાશિત મારો લેખ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org