Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
ચાઉન્ડરાયે સંસ્કૃતમાં પણ એક ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથનું નામ “ચારિત્રસાર છે. આમાં અણુવ્રત, શિક્ષાવ્રત, સંયમ, ભાવના, પરીષહજય, ધ્યાન, અનુપ્રેક્ષા વગેરે આચાર ધર્મનું વર્ણન છે. ચાઉડરાય ખૂબ ઉદાર હતા. તેમના દ્વારા નિર્મિત અપરિમિત વ્યયસાધ્ય, સર્વાંગસુંદર પૂર્વોક્ત ગોભમૂર્તિ તથા ચન્દ્રગિરિમાં વિરાજમાન કલાપૂર્ણ જિનાલય તેમની ઉદારતાનાં જ્વલંત પ્રમાણ છે. ચન્દ્રગિરિમાં વિદ્યમાન આ જિનમંદિર તે પર્વત પર સ્થિત બધા મંદિરોમાં મનોજ્ઞ છે. ઉપર કહેવાઈ ચૂક્યું છે કે આ જ ચાઉડરાય મહાકવિ રન્નના આશ્રયદાતા હતા. સ્વબંધુ તથા સ્વજન્મભૂમિ ત્યાગીને વિદ્યાધ્યયનની પિપાસાથી આવેલ રત્રના વિદ્યાધ્યયનની સંપૂર્ણ વ્યવસ્થા ચાઉડરાયે જ કરી હતી.
ચાઉડરાય કવિ જ નહિ પરંતુ એક યોદ્ધા પણ હતા. વિભિન્ન અવસરો પર તેમને પ્રાપ્ત સમરધુરંધર, વીરમાર્તડ, રણરંગ સિંહ, પ્રતિપક્ષરાક્ષસ, સુભટ ચૂડામણિ વગેરે પદવીઓ આ વાતની પુષ્ટિ કરે છે. આ વાતોનું વિશદ વર્ણન વિંધ્યગિરિના વર્તમાન ૧૦૯ (૨૮૧)મા શિલાલેખ તથા ચાઉડરાયપુરાણમાં ઉપલ ધ થાય છે. ચાઉડરાયને ઉપર્યુક્ત પદવીઓ ઉપરાંત સમ્યક્તરત્નાકર, શૌચાભરણ, સત્યયુધિષ્ઠિર, ગુણરત્નભૂષણ વગેરે ધાર્મિક ગુણોને વ્યક્ત કરનારી પદવીઓ પણ પ્રદાન કરવામાં આવી હતી. આ બધી પદવીઓ કવિના સદાચારપૂર્ણ ધાર્મિક જીવનનું દિગ્દર્શન કરાવે છે. ચાઉસ્ડરાયને રાય, અષ્ણ વગેરે ગૌરવપૂર્ણ નામોથી પણ બોલાવવામાં આવતા હતા. ચાઉસ્ડરાયનો આશ્રયદાતા ગંગકુલચૂડામણિ, જગદેકવીર વગેરે પદવીઓથી સમલંકૃત પૂર્વોક્ત રામલ્લ કે રાયમલ્લ (ચતુર્થ) ગંગવંશી નરેશ મારસિંહનો ઉત્તરાધિકારી હતો.
મારસિંહના શાસનકાળમાં પણ ચાઉડરાય મંત્રી તથા સેનાપતિના પદ પર બીરાજતા હતા. મારસિંહ પણ જૈનધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાળુ હતા. તેમણે અનેક જિનમંદિરો તથા માનસ્તંભોનું નિર્માણ કરાવી અંતે બંકાપુરમાં આચાર્ય અજિતસેનના
૧. વિશેષ માટે “જૈન સંદેશ ૨૦શોધક (માં પ્રકાશિત) “મહાકવિ રન્ન કો ચાઉસ્ડરાયકા આશ્રયદાન'
શીર્ષક મારો લેખ જુઓ. ૨. વિશેષ જિજ્ઞાસુ “જૈન સિદ્ધાન્ત-ભાસ્કર'માં પ્રકાશિત ‘વીર માર્તડ ચાઉન્ડરાય' શીર્ષક મારો લેખ
જુએ. (ભાગ ૬ કિરણ ૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org