Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૧૯
પોન્ન
આ મહાકવિ રાષ્ટ્રકૂટનરેશ કૃષ્ણ તૃતીય (ઈ.સ.૯૩૯-૯૬૮)ના દરબારી કવિ હતા. તેમની રચનાનો કાળ ઈ.સ.૯૫૦ આસપાસનો રહ્યો હશે. તે પણ વેગિમંડલાંતર્ગત પુંગનૂરના નિવાસી હતા. વેંગિમંડલના પુંગનૂરમાં નાગમધ્ય નામનો એક જૈન બ્રાહ્મણ હતો. મલ્લપ અને પુન્નમય તેના બે વીર પુત્ર હતા. વાણિયવાડિના જિનચન્દ્રદેવ તેમના ગુરુ હતા અને પોતાના ગુરુના ગૌરવાર્થ વિનયપૂર્વક આ બંને ભાઈઓએ ૧૬મા તીર્થંકર શાંતિનાથના જીવન પર આધારિત મહાકવિ પોત્ર દ્વારા “શાંતિપુરાણની રચના કરાવી. આનું બીજું નામ “પુરાણચૂડામણિ' છે. મલ્લપથ્યની એક પુત્રી હતી અતિ મળે.' દાનચિંતામણિ આ મહિલાની ઉપાધિ હતી કેમકે તેની દાનશીલતા સર્વત્ર વિખ્યાત હતી. આ દેવીએ મહાકવિ પોન્નના શાંતિપુરાણની એક હજાર મતો લખાવીને રત્ન તથા સુવર્ણની જિનપ્રતિમાઓ સાથે તેમનું સંપૂર્ણ કર્ણાટકમાં દાન કર્યું. અત્તિમબેનું નામ આજે પણ કર્ણાટકમાં ખૂબ ગૌરવ સાથે લેવામાં આવે છે. તેણે ગદગ તાલુકાના લઉંડિ નામક સ્થળમાં સેંકડો જિનાલય બનાવ્યા હતા. તે સુંદર જિનાલયોમાં હવે લÉડિમાં માત્ર ત્રણ જિનાલય બચ્યાં છે અને તે સર્વથા દર્શનીય છે.
“ભુવનૈકરામાવ્યુદય પોન્નનું બીજું કાવ્ય છે. તે હજી સુધી ઉપલબ્ધ નથી. આ ગ્રંથ ઉપલબ્ધ હોત તો આપણને પોન્નના આશ્રયદાતા સંબંધે પ્રચુર સામગ્રી પ્રાપ્ત થઈ જાત. પોન્નનું કહેવું છે કે ભુવનૈકરામાભ્યદયમાં ૨૪ આશ્વાસ છે જે ૨૪ લોકના મૂલ્ય બરાબર છે. રાષ્ટ્રકૂટ કૃષ્ણ (ઈ.સ.૯૩૯-૬૮)ના સામંત શંકરગેડની
ભુવનૈકરામ' પદવી હતી. એટલા માટે વિદ્વાનોનો મત છે કે આ ગ્રંથ ભુવનૈકરામ પદવીથી સમલંકૃત શંકરગંડના પ્રતાપને અથવા તક્કોલમાં ચોલ રાજદિત્યને પરાજિત કરનાર મુમ્બડિ કૃષ્ણના શૌર્યનું વર્ણન કરતું કાવ્ય હશે. “શબ્દમણિદર્પણ'માં કેશિરાજે . (ઈ.સ.૧૨૬૦) આ કાવ્યના કેટલાક અંશ ઉદ્ધત કર્યા છે જે એવાથી આ કાવ્ય નિઃસંદેહ ઉત્કૃષ્ટ તથા ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયુક્ત માલૂમ પડે છે. પરંતુ દુર્ભાગ્યથી આ કાવ્ય હજી સુધી સમગ્ર રૂપે ઉપલબ્ધ નથી થયું.
પોન્ન રત્નત્રયમાં અન્યતમ છે અને મુખ્યડિ કૃષ્ણ દ્વારા આદરપૂર્વક “કવિચક્રવર્તી'
૧. અત્તિમબેના જીવનવૃત્ત માટે જુઓ, “ચન્દાબાઈ અભિનંદન ગ્રંથમાં પ્રકાશિત “દાનચિત્તામણિ
અત્તિમબે' નામનો મારો લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org