Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
જિનવલ્લભેન્દ્ર હતું. કવિના સહોદર દઢબાહુ રેચણ અને મારશ્ય હતા. જવિક તથા શાંતિ તેમની પત્નીઓ હતી. પુત્રનું નામ રાય અને પુત્રીનું નામ અમિળે હતું. રન્નના પૂજ્ય ગુરુ આચાર્ય અજિતસેન હતા. તેમનો આ પરિચય સ્વરચિત અજિતપુરાણના ૧૨મા આશ્વાસમાં મળે છે. મહાકવિ રત્રની પ્રતિભાનો વિકાસ અત્તિમબું અને ચાઉડરાય જેવા સામંત તથા માંડલિકોના આશ્રયમાં થયો. અંતે તૈલપ ચક્રવર્તી (ઈ.સ.૯૭૩-૯૯૭) અને યુવરાજ સત્યાશ્રયના આશ્રમમાં રહેતાં તેમના પ્રભુત્વનો સિક્કો જામી ગયો. આ વાત કવિ રમે સ્વયં કહી છે.
માલુમ થાય છે કે મહાકવિ રસને કવિરત્ન, કવિચક્રવર્તી, કવિકુંજરાંકુશ, ઉભયકવિ, કવિતિલક વગેરે પદવી પ્રાપ્ત હતી. તેમણે પોતાનાથી પહેલાંના કન્નડ કવિઓમાં મહાકવિ પંપ અને પોત્રનું સ્મરણ કર્યું છે. રન્નનું કહેવું છે કે કવિઓમાં જૈનધર્મને દીપ્ત કરનાર પંપ, પોન્ન અને રન્ન આ ત્રણ જ “રત્નત્રય'ના નામથી વિખ્યાત છે. આ આત્મશ્લાઘા માત્ર નથી, કવિની કવિકર્મ કુશલતાનું પણ પરિચાયક છે. અન્યત્ર કવિ કહે છે કે “પોતાને રત્નનો પારખી માનનાર શેષનાગની ફેણમાં વિદ્યમાન અનર્થ રત્નને અને કાવ્યસમીક્ષકના નાતે રન્નના બહુમૂલ્ય કાવ્ય-રત્નને પરખવાનું દુસ્સાહસ ન કરે.' કવિનો દાવો છે કે “આની પહેલાં કોઈ કવિ વાગ્યેવીના ભંડારની મહોર તોડી નથી શક્યું. ર જ પોતાની સરસ રચનાઓ દ્વારા વાઝેવીના ભંડારની મહોર તોડી નાખી, અર્થાત સરસ્વતીની સંપદાનો સ્વામી બન્યો.” કવિનો આ કોઈ પ્રલાપ નથી. પરંતુ તેની અદ્ભુત કાવ્યસાધનાનું ફળ છે.
મહાકવિ રત્રની પ્રારંભિક શિક્ષા-દીક્ષા લોકાદિત્યની પ્રાચીન રાજધાની, વર્તમાન ધારવાર જિલ્લા અંતર્ગત બંકાપુરમાં આચાર્ય અજિતસેનની દેખરેખમાં થઈ હતી. કન્નડ અને સંસ્કૃત બંનેમાં તે સમયે ઉપલબ્ધ બધા ગ્રંથ રત્રને ઉપલબ્ધ હતા. દાનચિંતામણિ અત્તિ મળે અને ચાષ્ઠિરાય – આ બંનેની કૃપાથી રન્નને પર્યાપ્ત વૈભવ તથા યશ પ્રાપ્ત થયો. અંતે પૂર્વોક્ત ચાલુક્ય નરેશ તૈલપ તથા તેમના સુપુત્ર સત્યાશ્રયની સભામાં તેઓ વિશેષ સમ્માનિત થયા. જૈનોના પ્રસિદ્ધ તીર્થ શ્રવણબેલગોળના નાના પર્વત પર એક શિલા છે, જેની પર “શ્રીકવિ રન્ન' આ પાંચ અક્ષર ખોદાયેલા મળે છે. એવી કિવદંતી છે કે રાત્રે જ આ અક્ષરો કોતરાવ્યા
૧. આ વિષયમાં વધુ જાણવા માટે “ચંદાબાઈ અભિનંદન ગ્રંથ'માં પ્રકાશિત “દાનચિન્તામણિ
અત્તિમબે' શીર્ષકમારો લેખ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org