Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૨
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
છે. તેવો અધિક સંભવ છે કેમકે મહાકવિ રત્ર શ્રવણબેલગોળ બરાબર જતો હતો. ચક્રવર્તીને યોગ્ય કોશ, કંઠિકા, શ્વેતપત્ર, સિંહાસન વગેરે કવિચક્રવર્તી રત્રને પોતાના આશ્રયદાતા સત્યાશ્રય પાસેથી સાનંદ પ્રાપ્ત હતાં. નાગચન્દ્ર (ઈ.સ.૧૧૦), નયસેન (ઈ.સ.૧૧૧૨), પાર્થ (ઈ.સ.૧૨૦૫), મધુર (ઈ.સ.૧૩૮૫) અને મંગરસ – આ કવિઓએ રન્નની ખૂબ પ્રશંસા કરી છે.
રત્રની બે મુખ્ય રચનાઓ છે. એક “અજિતપુરાણ' (ઈ.સ.૯૯૩) તથા બીજી સાહસભીમવિજય” અથવા “ગદાયુદ્ધ'. અજિતપુરાણ દ્વિતીય તીર્થકર અજિતનાથની પુનીત ગાથા છે. આ ૨૨ આશ્વાસનું ચંપૂકાવ્ય છે. આમાં વ્યર્થ વૃત્ત નથી આવ્યા. આની રચના મહાકવિ રન્ને અત્તિમબેની પ્રેરણાથી કરી. ગ્રંથમાં અત્તિમબેનું ઇતિવૃત્ત વિસ્તારથી આપતાં તેની દાનશીલતાનું ગુણગાન કરવામાં આવ્યું છે. તેને કાવ્યરત્ન' કે “પુરાણતિલક” પણ કહેવામાં આવેલ છે. આમાં ભવાવલિયોની જટિલતા નથી. આ એક જૈન પુરાણ કાવ્ય છે, તેથી લૌકિક કાવ્ય ગદાયુદ્ધની જેમ પાત્રનિરૂપણ, સન્નિવેશરચના વગેરેમાં કવિ સ્વતંત્ર નથી. છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના પાવન ચિત્રણ દ્વારા રન્ને પોતાના અભુત કવિતા-સામર્થ્યને સુંદર રીતે વ્યક્ત કર્યું છે. શૈલીમાં સૌંદર્ય છે. કવિ બંને ભાષાઓમાં પંડિત હોવા સાથે સંગીત તથા નાટ્યશાસ્ત્રમાં પણ પ્રવીણ જણાય છે. આ માટે જિનશિશુનો જન્માભિષેક વગેરે પ્રસંગ સર્વથા પઠનીય છે. અજિતપુરાણના તિલકપ્રાય સન્નિવેશના દ્વિતીયાશ્વાસમાં સુસીમાનગરના રાજ વિમલવાહનનું વૈરાગ્ય પ્રકરણ વગેરે કેટલાય મર્મસ્પર્શી એવાં સ્થળ છે જે સહૃદય પાઠકને મોહી લેવા માટે પર્યાપ્ત છે. અયોધ્યાનગરીથી અજિતનાથ તપસ્યા માટે ચાલી નીકળે છે ત્યારે રાણીવાસમાં ઘેરો વિષાદ છવાઈ જાય છે અને રાણીવાસની રાણીઓ ગુણનિધિ, ભુવનપૂજિત અજિતનાથનું નામ રટતાં-રટતાં મહેલની બહાર આવી જાય છે. આ મોટો કરુણાપ્રધાન પ્રસંગ છે. આ ઉપરાંત તીર્થકરના સમકાલીન સગરચક્રવર્તીનું પ્રકરણ પણ ઘણું તલસ્પર્શી છે.
સગરના સાઠ હજાર પુત્ર હતા. સંતાનમોહ સગરની સહુથી મોટી દુર્બળતા હતી. સગરનો આ મોહ દૂર કરી સંસારની અસારતાનો તેને બોધ થાય તે ઉદેશથી રન્ન કવિએ એક નવી ઉદ્દભાવના કરી છે. એક વાર પિતા પાસે છોકરાઓ આવ્યા અને કામ કરવાની ઈચ્છા પ્રકટ કરી. પિતા બોલ્યા–જાઓ, ખાઓ-પીઓ અને મોજ કરો. છોકરાઓને પુરુષાર્થહીન આ જીવન પસંદ ન આવ્યું. સગર સમ્રાટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org