Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
છે. પંપભારતના ૨૩મા આશ્વાસમાં વર્ણિત “ગદાસૌપ્તિક પર્વની કથા આનું વિષયવસ્તુ છે. કવિએ આ રચનામાં સમગ્ર મહાભારતની મુખ્ય ઘટનાઓનું સ્મરણ કરાવ્યું છે. નાટકીય શૈલીનો ઉત્કર્ષ આનું ઘણું મોટું આકર્ષણ છે. સંવાદયોજના, કાર્યવ્યાપારશૃંખલા અને વિદૂષક પાત્રના નિરૂપણની દૃષ્ટિએ ગદાયુદ્ધ અદ્ભુત રચના છે. આ પ્રકારની વિદૂષકની પાત્રયોજના અન્ય કોઈ પણ કાવ્યમાં નથી મળતી.
આ રચનાનો નાયક ભીમ છે. દુર્યોધન પ્રતિનાયક છે. પંપભારતમાં કર્ણ પર જે સહાનુભૂતિ ઊમટી આવે છે, તે જ ગદાયુદ્ધના દુર્યોધન પર તરત ઉત્પન્ન થાય છે. મહાભારતના યુદ્ધનો અંતિમ દિવસ છે. દુર્યોધન રણક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. તેને પોતાના પક્ષના સમસ્ત વીરો ધરાશાયી થયેલા દેખાઈ રહ્યા છે. પ્રત્યેકને જોઈ-જોઈ તેનું કાળજું કોરાઈ જાય છે. કર્ણ અને દુઃશાસન આ બંનેને જોઈને તે નિષ્માણ થઈ જાય છે. અભિમન્યનું શબ જોતાં જ તેના નયનો સામે તે વીર બાળકની મૂર્તિ સજીવ થઈ ઊઠે છે. તેના મનમાં એ વિચાર આવતો જ નથી કે અભિમન્યુ શત્રુપક્ષનો છે. અનાયાસ તેમના મોંથી નીકળી પડે છે, “તને જન્મ આપનારી કોઈ સ્તન શોભિત સ્ત્રી નથી. વીરજનની નામ સાર્થક કરનારી સાધ્વી છે.” દુર્યોધન મૃત અભિમન્યુને અનુરોધ કરે છે, “અદ્વિતીય પરાક્રમી અભિમન્યુ ! એ સંભવ નથી કે તારી જેવો બીજો કોઈ પરાક્રમી હોય. મારો એ જ અનુરોધ છે કે મૃત્યરૂપે તારા પૌરુષનો થોડો એવો પણ હિસ્સો મને મળી જાય.” આ જ ઉદાત્ત ભાવ ઉપપાંડવોની હત્યાના સમાચાર મેળવ્યા પછી વ્યક્ત થયો છે. અંતિમ ક્ષણે દુર્યોધનને સંતુષ્ટ કરવા માટે અશ્વત્થામા ઉપપાંડવોનાં મસ્તક લાવે છે ત્યારે દુર્યોધન ખૂબ દુઃખી થાય છે અને અશ્વત્થામાને સ્પષ્ટ કહી દે છે કે શિશુહત્યાનું પાપ તારા માથે આવશે. દુર્યોધનના આ લોકોત્તર ગુણોને લક્ષ્ય બનાવી વિદ્વાન આલોચકો તેને “મહાનુભાવ' માનવા લાગ્યા છે. આલોચક તેને સાહસનો સ્વામી” અને “છલદંકમલ” પણ કહ્યા કરે છે.
દુર્યોધન રણક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે. રસ્તામાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને તેને મળવા આવી રહ્યાં છે. ધૃતરાષ્ટ્ર સુલેહ કરવા આગ્રહ કરે છે અને અડધું રાજ્ય ધર્મરાજને આપવા માટે આગ્રહ કરે છે. ગાંધારી લડાઈ બંધ કરવા માટે તેને ખૂબ સમજાવે છે. તે આટલાથી જ સાંત્વના પ્રાપ્ત કરી લે છે કે જે ગયા તે પાછાં નથી આવી શકતા. પરંતુ દુર્યોધન તો બચી ગયો, ચાલો સારું થયું. આ પ્રમાણે તે ભાગ્ય સાથે સમાધાન કરવા તૈયાર છે. પરંતુ દુર્યોધન પર માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org