Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૨૫
પિતાની આર્તવાણીનો કોઈ પ્રભાવ ન પડ્યો. તેનો એક પણ ભાઈ જીવિત ન રહ્યો. આ બાજુ ધર્મરાજની એવી પ્રતિજ્ઞા છે કે મારો કોઈ ભાઈ મરાશે તો હું આગમાં કૂદી પડીશ. દુર્યોધનની ખૂબ દયનીય દશા છે. તે માતા-પિતાને કહે છે, “તમે મારા જીવિત રહેવાની વાત પર કોઈ ભરોસો ન રાખો. મારા ભાઈઓ પર જે વીત્યું છે તે જ મારા માટે પણ નિશ્ચિત માનો.”
ક્યારેક-ક્યારેક તે ખૂબ ઉત્તેજિત થઈ જાય છે અને કહેવા લાગે છે – “પ્યારા ભાઈ કર્ણ ! અર્જુન પાસેથી હું તને છીનવી લઈશ. પ્યારા ભાઈ દુઃશાસન ! ભીમનું પેટ ચીરીને તને મેળવી લઈશ. આ બંનેનો શિકાર કરી લઉં તો પછી નિર્દોષ ધર્મરાજ સાથે જીવન વિતાવવાની સમસ્યા પોતાની જાતે ઉકેલાઈ જશે.” દુઃખની તીવ્રતા તેના મોંથી બોલાવી નાખે છે, “શું હું જ આપનો પુત્ર છું, ધર્મરાજ નથી ? તમે તેની સાથે જીવનયાપન કરો, મારી કોઈ ચિંતા ન કરો.” દુર્યોધનના મનની ઉદારતાનો આ સુંદર પ્રભાવ છે.
ખૂબ ધૂમધામથી ચાલનાર દુર્યોધનને એકાકી અને ઉદાસ આવતો જોઈ ભીષ્મપિતામહ દ્રવિત થાય છે. પિતામહ આ અવસ્થામાં સમાધાનની ચર્ચા છેડે છે. દુર્યોધનને પ્રસ્તાવ ગમતો નથી. તે પિતામહ પાસેથી એ જાણવા માટે ઉત્સુક છે કે યુદ્ધમાં શત્રુને પરાસ્ત કેવી રીતે કરી શકાય. તે પિતામહને નિવેદન કરે છે, “હું રાજ્ય માટે લાલચુ નથી. હું પ્રણનું પાલન કરવા માટે અધીર છું. પાંડવો સાથે હું રાજ્યનો ઉપભોગ ના કરી શકે. આ રાજ્ય એ સ્થિતિમાં સ્મશાનથી જુદું નહિ હોય. કર્ણની હત્યા માટે ઉત્તરદાયી આ રાજ્ય ભોગવવા યોગ્ય નથી. હું કોના માટે રાજ્ય સંભાળું ? ન તમે છો, ન દ્રોણાચાર્ય રહ્યા, ન કર્ણ, ન દુ:શાસન પણ છે. કોણ મારો વૈભવ જોઈ પ્રસન્ન થશે ?' આટલું સાંભળી ભીષ્મ નિરુત્તર થઈ જાય છે.
પિતામહ દુર્યોધનને સલાહ આપે છે કે વૈશંપાયન સરોવરમાં આખો દિવસ વીતાવી બીજા દિવસે બલરામ સાથે મળીને લડાઈ ચાલુ રાખવામાં આવે. દુર્યોધન તે સલાહ માનીને ચાલ્યો જાય છે. પરંતુ વારંવાર સમાધાનની ચર્ચા સાંભળી તે ખૂબ ખિન્ન થાય છે. તે વડીલોની સલાહ માની સરોવરમાં રહેવા તો જાય છે, પરંતુ ભીમનો લલકાર સાંભળતાં જ સર્પધ્વજ દુર્યોધન રોષનો માર્યો જળમાં હોવા છતાં પણ ઊકળવા લાગ્યો. પ્રલયકાલીન રુદ્રની જેમ તે ધરતીનું અંતર ભેદીને બહાર નીકળી પડ્યો અને ભીમ સાથે ભયંકર લડ્યો તથા સ્વર્ગે સિધાવ્યો. આ પ્રમાણે ગદાયુદ્ધ સત્યાશ્રયનું સ્તુતિગાન તો છે જ, દુર્યોધનના મહિમાનું પણ સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org