Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
તે યુગની ધાર્મિક પરિસ્થિતિ પણ ખૂબ અવ્યવસ્થિત હતી. કર્ણાટકમાં તે સમયે વૈદિક અને જૈન આ બે જ સંપ્રદાયોનું પ્રભુત્વ હતું. આ યુગના કર્ણાટકના શાસકો અધિકાંશ વૈદિક સંપ્રદાયના અનુયાયી હતા, પરંતુ તેમણે જૈન-ધર્મને પણ પ્રોત્સાહિત કર્યો. ધર્મના નામે ક્યાંય પણ વેર-વિરોધ દેખાતો ન હતો. દક્ષિણમાં ગંગવંશનું વિશેષ પ્રભુત્વ હતું. તેના શાસકો જૈન-ધર્માવલંબી હતા અને તેઓ તેની પ્રગતિમાં વિશેષ રસ લેતા હતા. દસમી સદીના અંતે ચામુંડરાયે શ્રવણબેલગોલમાં ગોમ્મટેશ્વરની અજોડ પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરી અને ધાર્મિક તથા કલા જગતમાં તેમણે અમરત્વ પ્રાપ્ત કર્યું. અગીયારમી સદીના આરંભ સાથે ધર્મ-સંપ્રદાયોની વચ્ચે કટુતા વધતી ગઈ. ચોલવંશના પ્રતાપની સામે ગંગવંશનું પ્રભુત્વ નિસ્તેજ થયું. જૈન-ધર્મનો ડ્રાસ પણ અનિવાર્ય જેવો થઈ ગયો. પરંતુ ચાલુક્યવંશના પૌરુષને કારણે ચોલ કંઈક દબાયેલા રહ્યા અને જૈન ધર્મ લુપ્ત થવાથી બચી ગયો. પરંતુ તેમાં પહેલાં જેવી કાંતિ ન રહી. ફળસ્વરૂપ બારમી સદીમાં જૈન સાહિત્ય પણ તર્ક-બહુલ અને શાસ્ત્રાર્થપ્રધાન થઈ ગયું.
૧૪
આ યુગના અધિકાંશ કવિઓ જૈન હતા. આમાં પરંપરાગત પ્રૌઢ શૈલીના પ્રબંધ મહાકાવ્યો જ લખવામાં આવ્યા. તેમને માર્ગ શૈલીનાં કાવ્ય પણ કહે છે. ચંપૂ આ યુગનું પ્રધાન કાવ્યસ્વરૂપ હોવાથી આ યુગનું નામ ‘ચંપૂ-યુગ’ પણ છે. ચંપૂ-કાવ્ય-યુગના ‘રત્નત્રય’ પંપ, પોન્ન તથા રન્નને માનવામાં આવે છે. ત્રણેય જૈન હતા. ત્રણેએ પોતાના આશ્રયદાતાઓની પ્રશંસામાં એક તરફ લૌકિક કાવ્ય અને ધર્મના પ્રચારાર્થ બીજી તરફ ધાર્મિક કાવ્યો લખ્યા હતા. આ રચનાઓમાં આ મહાપુરુષોનાં જીવનવૃત્ત પણ વીખરાયેલાં પડ્યાં છે. આ ત્રણેનું વિવેચન નીચે
કરવામાં આવે છે.
આદિકવિ પંપ
‘વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલી કન્નડ ભાષામાં એકમાત્ર સત્કવિ પંપ છે. ધરતી પર સમ્રાટ, સ્વર્ગમાં દેવરાજ, પાતાલમાં નાગરાજ, અને ગગનમાં રિવ સમાન પંપ જગતમાં વંદનીય છે. તેમની કૃપાથી મને વાગ્વિલાસ સુલભ હો.' આવી અભિલાષા વ્યક્ત કરનાર નિષ્પક્ષ કવિ નાગરાજ છે જે આજથી છસો વર્ષ પહેલાં થયો હતો. આ સ્તુતિથી આદિ કવિ પંપની અદ્ભુત પ્રતિભાનું અનુમાન સહજ જ લગાવી શકાય છે. અન્ય કવિઓએ પણ રસ, ભાવ, વ્યંજના, નાદસૌંદર્ય વગેરે ગુણોનું વરદાન પોતપોતાના કાવ્યમાં સહર્ષ માંગ્યું છે. અન્ય કોઈ કવિ પંપની બરાબરીનો નહિ હોવાથી ‘કન્નડનો એકમાત્ર કવિ પંપ છે' એવી લોકોક્તિ પ્રચલિત છે. ‘કવિતા ફરમાઈશ કે પૈસાના બદલે નહિ, સૃષ્ટિના સૌભાગ્યથી બની
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only