Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ સાહિત્યનો આરંભકાળ
તથા નયસેને (૧૨૧૨ ઈ.સ.) બીજ ગુણવર્મનું ગુણગાન કર્યું છે. અહીં ગુણવર્મ પ્રથમ (૯૦૦ ઈ.સ.)નું વર્ણન કરવામાં આવ્યું છે.
કેશિરાજે ગુણવર્મને “હરિવંશ'ના રચયિતા માન્યા છે. આ જ ગ્રંથને પાર્થે નેમિનાથપુરાણ” કહેલ છે. “ભુવનકવીર' તેમનો બીજો ગ્રંથ છે. વિદ્યાનંદના કાવ્યસારમાં બતાવવામાં આવ્યું છે કે “શૂદ્રક' નામક ગ્રંથ પણ તેમનો જ છે. આમાં ગંગરાજ એરેયL (૮૮૬-૯૧૩ ઈ.સ.)ની તુલના શૂદ્રક સાથે કરવામાં આવી છે. ગંગરાજની મહેન્દ્રાંતક, કામદ વગેરે ઉપાધિઓ હતી. એ ઉલ્લેખનીય છે કે પોતાના આશ્રયદાતાના ગુણગાનમાં પ્રત્યેક જૈન કવિ એક લૌકિક કાવ્ય અને તીર્થકરોના જીવનચરિત્ર સાથે સંબદ્ધ બીજું ધાર્મિક કાવ્ય પ્રાય: લખતો આવ્યો છે. આ પરંપરાના પ્રવર્તક ગુણવર્મને માનવામાં આવે છે. પરવર્તી કવિ પંપ, પોન્ન અને રાત્રે આ જ પદ્ધતિ અપનાવી છે. પંપની પહેલાં જ કન્નડમાં ચંપૂ શૈલીમાં સફળ ગ્રંથ રચવાનું શ્રેય ગુણવર્મને મળે છે. શિવ કોટ્યાચાર્ય
પંપની પહેલાં શિવકોટ્યાચાર્યનું નામ આવે છે. તેઓ “વારાધને'ના રચયિતા છે. કન્નડ સાહિત્યની આ અસાધારણ રચના માનવામાં આવી છે. કન્નડનું પ્રથમ ગદ્યકાવ્ય આ જ છે. આમાં ૨૯ મનોરંજક વાર્તાઓ છે. પ્રત્યેક વાર્તાના આરંભે એક પ્રાકૃત ગાહા (ગાથા) છે. પપદી કાવ્યોમાં સૂચક પદ્યની જેમ આ ગાહા વાર્તાનો સાર બતાવી દે છે. આ ગાહાઓનો કન્નડમાં અર્થ આપવા સાથે કવિ કાવ્ય શરૂ કરે છે. તેમની વર્ણન શૈલી ખૂબ રોચક અને મનને મોહી લેનારી છે. પદયોજના પણ અજોડ છે.
સંવાદ-શૈલી ઘડાયેલી છે અને તે વાર્તાની ગતિ વધારવામાં સફળ છે. કાવ્યની સરસ, સત્ત્વપૂર્ણ દેશી શૈલી શિવકોટ્યાચાર્યની પ્રતિભાને પ્રતિબિંબિત કરે છે. પ્રાધ્યાપક ડી. એલ. નરસિંહાચાર્યજીનું કહેવું છે કે વડારાધનેનું બીજું નામ “ઉપસર્ગ કેવલિઓની કથા” રહ્યું છે. પ્રત્યેક વાર્તાનો નાયક કોઈને કોઈ ઉપસર્ગને કારણે દેહ ત્યજીને સ્વર્ગમાં પહોંચે છે. વાર્તામાં આ જ વૃત્ત હોવાથી આ નામ સાર્થક થયું છે. સંલ્લેખનાદ્રત દ્વારા સમાધિને પ્રાપ્ત કરનાર માટે આ કથાઓ વિરક્તિ જગાડવામાં પૂર્ણ સહાયક છે. એટલું જ નહિ, આ રચનામાં તે યુગની ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org