________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
તો ત્યાં આવવાના વિચાર કરતાં પણ ડરે. આવી ઉષ્ણ ગરમી જે પ્રદેશમાં છે એવા મારવાડના સુપ્રસીદ્ધ પાલી શહેરમાં કે જે શહેર ઐતીહાસીક છે, અને ઇતિહાસની સાક્ષી રૂપે અનેક ખંડેરો સ્તુપ અસલી ઈતીહાસની સાક્ષી રૂપે જ્યાં ઉભા છે. જેના રાજ્યકર્તાઓ, સૂર્યવંશી રાઠેડની રૂડી જાતથી ઓળખાય છે ત્યાંના કુશળ અને બુદ્ધિચતુર સાહસીક વ્યાપારીએ દેશ પરદેશથી ધન ઉપાર્જન કરી દેશમાં આવી પોતાને વ્યવહાર સુખચેન પૂર્વક નિગમન કરે છે. તેમજ આ જીર્ણ અને ઐતિહાસીક શહેરમાં જૈન ધર્મના પ્રાચીન ભંડારે જોવામાં આવે છે. ધર્મ અનુયાઈએથી તે શહેર ઉજવળ દેખાય છે. શ્રદ્ધાવાન આત્માઓ જ્યાં જપતપ નિયમ વગેરે કરી દરરોજ પ્રાત:કાળે ધર્મ શ્રવણ કરી એમાં જ કતવ્યની ઈતીશ્રી માની રહ્યા છે. અને ધર્મ ઉપદેશક વર્ગ પણ દરરોજ ધર્મનું વાંચન જનતા સમક્ષ વાંચી ર૪ કલાકમાં જાણે આ એકજ ફરજ છે એમ સમજી દીવસે નિર્ગમન કરે છે એવા પાલી શહેરમાં જ્યાં અનેક જાતીને નીવાસ છે. ભીન્ન ભીન્ન પ્રકૃતિને જ્યાં શંભુમેળે છે. છતાં ત્યાં હજુ પશ્ચીમને પવન અન્ય શહેરોના જેટલો આવ્યું નથી એટલે બીજા મેટા શહેરની અપેક્ષાએ પાલી શહેર જરા પાછળ પડતું
: ૨ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com