________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
વયમાં રમત રમતાં પણ પુર્વના સંસ્કાર વડે આત્મામાં ધર્મને વિકસાવતો હતો. તેમ વળી કઈવાર રમતા રમતા પિતાના સહોદર મિત્રામાં જે તકરાર પડી હોય તો તેને ન્યાય કરી તકરારને દૂર કરો. અને બાળકો પણ તકરાર થાય કે તરતજ કાળીદાસ પાસે આવી ન્યાય કરાવે. બાલ્યવયમાંજ કાળીદાસની તીવ્રબુદ્ધિ જોઈ માતાપીતા ખુશી થતાં. જગતમાં પુત્ર જે પ્રેમ માતાપીતાને બીજા કેઈ પણ ઉપર નથી હોતો. સંસારીક નિયમ મુજબ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ માયાના ક્ષેત્રમાં આવતું જાય છે. સગાઓમાં જે કાકે હોય તો પોતે તેનો ભત્રીજો થાય છે. તેને મામે હોય તે તે પોતે ભાણેજ થાય છે, આવિ દરેક સગાઈ ઓળખતા શીખી સંબંધમાં અતિગાઢ બને છે. અનુક્રમે બાળ ચેષ્ટાઓ કરતા વય વધતાની સાથે ગુણ રૂપી વૃક્ષ પણ પ્રફુલ્લીત થતાં કાળીદાસની ઉમર આઠ વર્ષની થઈ. એક દિવસે કોઈ અમલદારની ગાડી દોલાજીના ઘરે આવી ઉભી રહી તેમાંથી બહાર નીકળી આવેલ અમલદારે દલાજીને કહ્યું કે તમે કાપડ લઈ બંગલે આવજે. થોડુંક કાપડ લેવું છે એમ દલાજીને કહી અમલદાર ઘર તરફ જવા માટે ગાડીમાં બેઠે તેજ વખતે કાળીદાસે આવી
- ૧૨ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com