________________
જુનાગઢમાં દિક્ષા.
વાંચક! અનુક્રમે પૂજ્ય શ્રી જયચંદ્રજી પાલી માંથી વિહાર કરી, અન્ય ગામે તરફ ફરવા ગયા. કાળીદાસ પણ પૂજ્ય શ્રી સાથે રહી આત્મજ્ઞાન મેળવવા માટે લીન બન્યા બીજા શિષ્ય વર્ગની સંગાથે રહી જ્ઞાન અભ્યાસ કરવા લાગ્યા. વ્યવહારિક જ્ઞાન મેળવવામાં જેટલી ઉદાસીનતા પૂર્વે સેવતા હતા તેટલેજ આનંદ અત્યારે અભ્યાસ કરવા વગેરેમાં મેળવતા હતા. વાંચક! કાળીદાસ સાચું જ્ઞાન સાચું તત્ત્વ અને સાચી શ્રદ્ધાનાં રસીયા હતા. જ્ઞાન અભ્યાસ કરી તત્વનું દહન કરવાનું હતું. તમામ વિચારણાઓને દેશવટે આપી જ્ઞાન એજ ધન અને તેજ ધન મેળવવા જીવનચર્ચાને વાપરી રહ્યાં હતાં. પૂજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com