________________
ગોંડલમાં ચકમક.
એક આત્મશક્તિ સામે અસંખ્ય પ્રકૃતિ જેમ બળ વગરની છે તેમ દુન્યવી બળ પણ આત્મશક્તિ સામે નકામું છે. બધાય પોતાને ઘરે ચાલ્યા ગયા. ગેંડલમાં આ પ્રમાણે જેને સમાજમાં ચારે તરફ અશાંતિનું વાતાવરણ ફરી વળ્યું. જ્યાં જુઓ ત્યાં એજ વાત અને ઈતર દર્શનમાં તે પૂજ્યશ્રીની શક્તિના વખાણ પણ થવાં લાગ્યાં. ગોંડલમાં આ રીતે ભીષણ ચકમકના પ્રતાપે અગ્નિ ઉત્પન્ન થયે. પણ કઈને બાળે નહીં અને તે અગ્નિ ઉપર ભયની રાખ ફરી વળી. અંદર તો સળગી રહ્યો પણ રાખ બહાર ન ઉડી અને તેથી ફરીથી અગ્નિ પણ હાર ન નીકળે. આમ તે સમયમાં ત્રણ ચાર મનુષ્યના વર્તનથી જમ્બર વૈમનસ્ય ઉત્પન્ન થયું. બીજા પણ વૈમનસ્યના કારણે અંદરખાને પહેલાથી જમી ચુક્યા હતા. અને તેનાથી વર્ષોથી બાર ઘરે જે લંકાગચ્છના હતાં તે આવા સંકુચીત માણસથી અઢારસે અડતાલીસમાં જુદા થઈ ગયા. અને ત્યારથી જ ગંડલને જૈન સમાજ ત્રણ પક્ષમાં વહેંચાઈ ગયે.
વાંચક! અત્યારના જુદા જુદા સ્થાનકવાસી સમાજના વધુ સંધાડા અઢારસે પછી જ થયાં છે. તે પહેલાં તે લંકાગચ્છના યતિઓજ હતા જ્યારે
: ૧૩૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com