________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
તેઓની ઉચ્ચતમ બુદ્ધિ કોઈના પણ અવગુણુને યાદ કરવા અવકાશ જ નહોતી આપતી. તેઓશ્રી એમજ માનતા અને બીજાને મનાવતાં કે દીર્ઘદ્રષ્ટિથી શાંતિપૂર્વક સમાધાન કરી સમાજનું રક્ષણ કરવું એ પ્રથમ ધર્મ છે. આવેશના વેગમાં ક્રોધના અંધકારમાં માણસ પોતાનું ભાન ભૂલી જાય છે તેવા મનુષ્યની દયા ખાવી તેમાં જ તેઓનું કલ્યાણ છે. સ્વ. સમતામાં બીજાનું રક્ષણ સમાએલું છે એમ તેઓ માનતા. પ્રતિપક્ષી વ્યક્તિઓ જ્યાં આવતી સંભળાઈ તે વખતમાં પૂજ્યશ્રી ગાદી ઉપર જઈ ધ્યાનસ્થ સ્થીતિમાં બેઠાં. તેફાન કરનારી વ્યક્તિઓ રસ્તે આવતી મહાલક્ષમીની દેરી આગળ આવી અને ત્યાં થંભી ગઈ. કેઈને આગળ રસ્તે સૂઝ જ નહીં. સૈની બહાવરા જેવી સ્થીતિ થઈ અને જેને જેમ ફાવે તેમ પાછા ફરી સિંહને જોઈ જેમ શીયાળ ભાગે તેમ ભાગી ગયાં.
પાઠક ! કયાં ગયું તેમનું પાશવી બળ? કહેવું જ પડશે કે પૂજ્યશ્રીની આધ્યાત્મિક શક્તિની સામે બળીને ખાખ થઈ ગયું.
પાશવી બળને આધ્યાત્મિક બળ સામે વિજય થતું જ નથી, થયો નથી, અને થશે પણ નહીં.
: ૧૩૬ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com