________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
શ્રીને અમર આત્મા સ્વર્ગે સીધાવ્યું. જૈન શાસનને એ પ્રકાશતો સૂર્ય તે દિવસે અસ્ત થયે. ચતુર્વિધ સંઘના મહાન સ્થંભ અને પ્રાણ તુટી પડ્યો.
વાંચક ! કમની સ્થીતી લેકિક અને આશ્ચર્ય પૂર્ણ છે. જેના આયુષ્યની દોરી તુટી તેને સાંધનાર કોઈ નથી. જેને સમાજને સુશોભિત બનાવનાર ગેરવશાળી એ દેદીપ્યમાન આત્મા અનેક પરાક્રમે કરી ઉડી ગયે. અસાધારણ ચમકાર કરતે લંકાગચ્છ રૂપી આકાશને એ ચમકતો સીતારે અસીમ ચમકાર કરી ચાલ્યા ગયે. શાસન સેવામાં અનેક વદને અનેક જખમ સહન કરી દીન અને ગરીબ મનુષ્યને સંદેશ સંભળાવવા જીનદેવ સમક્ષ રજુ કરવા સ્વર્ગે સંચર્યો. મારવાડનું એ રત્ન અને ગુજરાતને મણ ઉરણમાં વિલય પામ્યો. લંકાગચ્છને એ કહીનુર નિસ્તેજ થઈ રહ્યો. કઈ કલમ આ સ્વર્ગવાસનું વર્ણન કરવા શક્તિવાન છે ? દ્રવ્યમાન જગતમાં કયુ એવું હદય હશે કે આવા સમયમાં નહી રડે ? જેને છેલા ચાતુર્માસ સુધી પણ પોતે કસોટી રૂપ અસહા પરિસહ સહન કરવાં પડ્યાં તેઓશ્રીની પવિત્ર કીર્તિને ઝાંખી પાડવા સાદડી રાણપુર અને સેંડલ તથા અન્ય સ્થળેએ ખુબ પ્રયાસો થયા હતા. પણ સુર્યની સામે ધૂળ ઉડાડનારની જે દશા થાય
: ૧૫૮ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com