________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
શમ્યા પાસે બેલાવી બધાના મસ્તક ઉપર હાથ ફેરવતાં જાણે પોતે છેવટની રજા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરતા હોય તે પ્રમાણે છેલ્યા “ મુનિરાજે ! તમારા શાસનને દીપાવજે, કલહને નાશ કરી, ઐકયતાને કેળવજે. આચાર્ય શ્રી ખુબચંદ્રજીની આજ્ઞામાં રહેજે. તેઓ આત્મધર્મિ સંયમમાં એક નિષ્ઠ અને મારા કરતા પણ તમારી વધુ સંભાળ રાખે એવા છે. હું અને તે દેહથી જુદા છતાં એક જ રૂપ છીએ. એમ માની આજ્ઞામાં રહી તેમની સેવા કરજે. તમારા વેષને અજવાળજે. શાસનની શેભા વધારશે. ક્ષ...મા ક...૨..જે.” પૂજ્યશ્રી બાલતાં થાકી ગયાં. વિશાળ સમાજના એક એક આત્માને ઉપરનો શબ્દ સાંભળી આંખમાં પાણી ભરાઈ આવ્યાં. તે દ્રષ્ય જ કરૂણાથી ભરપૂર હતું. યતિઓ અને શિષ્યમંડળની પણ આંસુએથી આંખ છલકાવા લાગી, ત્યાં શિષ્ય અવસ્થામાં રહેલા અત્યારના પુજ્ય છગનલાલજીએ હૃદયને મજબુત બનાવી, પૂજ્યશ્રીને કહ્યું કે ગુરૂદેવ આપની આજ્ઞાનું યથાર્થ પાલન કરીશું. વેષ પરિધાન કરી મરણના ભેગે પણ શાસનની ઉન્નત દશા કરી દીપાવશું. આપ નિશ્ચિંત રહે ! અમે બાળકને આપ ખમાવી અમને ભારે કરે છે. ખરૂ
: ૧૫૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com