________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
^^
^
^
^^^^^^^^
^
આવ્યા. આખા સમાજને આવી રીતે પૂજ્યશ્રીની અમુલ્ય ખામી જણાવા લાગી.
વાંચક! પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી લંકાગચ્છાધીપતિ શ્રી કલ્યાણચંદ્રજી ૬૬ વરસની ઉંમરે ૪૬ વરસ સુધી દીક્ષા પાળી, ૨૫ વરસ આચાર્ય પદવી ઉપર બિરાજમાન થઈ શાસન સેવા કરી અનેક આત્માએના હૃદયમાં ધર્મ સિંચન કરી, પૂજ્યશ્રીએ પોતાનું જીવન સાર્થક કર્યું. પૂજ્યશ્રીમાં જન્મથી જ પરેપકાર વૃત્તિ, સાદાચાર, સાદાઈ, વિગેરે ગુણેની ગુથણી હતી અને તેથી જ તેમનું જીવન, તેમની દીક્ષા તેમની આચાર્ય પદવી, તે સર્વે બીજાના કલ્યાણ અર્થે જ હતું. પૂજ્યશ્રીનું ચરિત્ર પ્રારંભથી અંત સુધી અદ્વિતિય અને અકથનિય છે. તે વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. મોટા બુદ્ધિશાળી જીવન પર્યત પૂજ્યશ્રીના જીવન ચરિત્રનું વર્ણન લખે તે પણ યથાર્થ વર્ણન ન થઈ શકે. પૂજ્યશ્રીના સમયમાં તેમની શક્તિની સામે મુકાબલે કરી શકે એવી વ્યક્તિ મળવી તે દુર્લભ છે. તેમના સ્વર્ગવાસ બાદ પૂજ્ય સ્વ. આચાર્યશ્રી ખુબચંદ્રજીના હાથે તેમની ચરણ પાદુકા સવંત ૧૫૭ માગશર શદ ૧૦ ના દિવસે સ્થાપન કરવામાં આવ્યા.
: ૧૬૨ :* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com