Book Title: Kalyanchandraji Maharajnu Jivan Charitra
Author(s): Ratilal Yatishishya
Publisher: Kalyanchandraji Jain Granthmala

View full book text
Previous | Next

Page 207
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ભદ્રા, ” એ શબ્દો બેલતાં લગભગ સાતથી આઠ હજાર માણસ સાથે પૂજ્યશ્રીના દેહને ઉપાડ્યો અને નિયત કરેલી જગ્યા ઉપર કે જે ગામથી એક માઈલ દુર છે ત્યાં દેહને લાવ્યાં. પૂજ્યશ્રીના દેહને સુખડનાં લાકડામાં ગોઠવતાં હતાં ત્યાં મુંબઈના બાકી રહેલા શેઠીઆએ આવ્યા અને પૂજ્યશ્રીના દેહને અમે અગ્નિ સંસ્કાર કરશું એમ મુંબઈ અને ઉરણુ બંને શ્રીસંઘ વચ્ચે રસાકસી ચાલી. પરસ્પર અમે જ અગ્નિ સંસ્કાર કરીએ એવી હઠ ઉપર આવતા સાંજ પડવા આવી. રાત્રીએ પૂજ્યશ્રીને દેહ બહાર ન રહે પણ જ્યાં હઠાગ્રહ શરૂ થયે ત્યાં બીજું શું થાય? બંને પક્ષે ઘી બાલવામાં હતા. હજારો મણ ઘી થયું કે ઈ પાછું પડતું નથી. અને કેઈ હઠ મુકતુ નથી. તે વખતમાં દિવ્ય રીતે પૂજ્યશ્રીના જમણું અંગુઠામાંથી અગ્નિ પ્રગટ થઈ સ્વયં અગ્નિ સંસકાર પામી ગયા. હજારો મનુષ્ય સ્તબ્ધ થઈ ગયા અને સર્વને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખ્યા !!! ત્યાર પછી સવે પાછા ફર્યા. રસ્તામાં શેકાગ્નિમાં ડુબતા ભકતવાન આત્માઓ પૂજ્યશ્રીના વિરહથી હૃદયમાં દુઃખ ધરતાં. આવા ગુરૂ હવે નહી મળે. આપણને પૂજ્યશ્રી વગર સત્ય ધર્મની, નિડર : ૧૬૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226