________________
પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
બની, કોણ હાંકલ કરશે? શંકાઓના સચોટ જવાબ હવે પૂજ્યશ્રી વગર કોણ આપશે ? હૃદયનો ભાર હવે કેની આગળ ખાલી કરશું ? આપણું જીવનની અપૂર્ણતાઓ હવે આપણને કેણ કહેશે ? પૂજ્ય આચાર્યશ્રી ખુબચંદ્રજી વિદ્વાન છે તે પણ પૂજ્યશ્રીના વિરહથી હૃદયમાં પડેલે ઘા તેઓ નહી રૂઝાવી શકે. ગુણના આગાર જેવા અતિ ઉત્તમ પ્રભાવશાળી પૂજ્યશ્ર હવે ફરી આપણને કઈ દિવસ દશન નહી દીએ. અરે કાળ તારી ગતિ અજબ છે તારી સત્તા આગળ જગતની બધી શક્તિ નકામી છે. આવાં સંયમધર આત્માને તારે શરણે થવું પડ્યું તો અમારી શી વિસાત. પણ આવાં મહાપુરૂષને આ પૃથ્વી ઉપરથી ઉપાડી જવાથી અમને તો ઘણું જ નુકશાન થયું છે. તેમ તેનાથી તને કાંઈ લાભ થ નથી. પણ તેમાં તારે શું વાંક તેમાં તે અમારા મંદ ભાગ્યને જ ગુન્હો છે. એમ શેકયુક્ત ઉદ્દગારો કાઢતાં શાંતી નહી મળે. પોતાને વિરહ ઓછો કરવા ઉપાશ્રયે આવી ઉપદેશ સાંભળી પોતાને ઠેકાણે ગયા. સ્થળે સ્થળેથી શાક પ્રદશિત કરતા તારો અને ટપાલે થેક બંધ આવવા લાગી. જાહેર સભાઓ ભરી ગામે ગામથી શેક પ્રદર્શિત કરતાં ઠરાવે
: ૧૬૧ :.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com