________________
પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
વાંચક ! પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજીએ સંવત ૧૯૪૩ થી ૧૫૫ સુધી ઉરણુ મુકામે કાળ વીતાવ્યાં પછી, ૧૯૫૬ ની સાલ બેઠી. વાંચક ! તે સાલનું વર્ણન બહુ દૂર છે. ભારતમાં તે વર્ષમાં સંકટને પાર નહોતો. દુષ્કાળના કારણે અનેક કુટુંબ ભુખમરે વેઠી સ્વધામ પહોંચી ગયાં હતાં. ગરીબની ભયાનક યાતના અને ભુખની કીકીયારીઓની સાલ તે ૧૫૬ ની સાલ, તે સાલમાં ભુખના અગ્નિને શાંત કરવા પીતાએ પુત્રને વેચી પેટનું પોષણ કર્યું. માતાએ પુત્રીને વેચી પેટનું પોષણ કર્યું. કેટલાએ કુટુંબ નિર્દોષ બાળકોને ઘરમાં મુકી ચાલ્યાં ગયાં. ભાઈઓએ બેનને વેચી પેટને ખાડે પુર્યો. સંતાન
: ૧૪૮ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com