________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ખેડુતોએ પોતાની જીવનયાત્રા સમાપ્ત કરી. અને છપનની સાલમાં તે ગોઝારા વર્ષ ઉપર માનવી સંહારનું કલંક ચૅટયું. તે છતાં વાંચક! ભારતમાં તે દર વર્ષે ખેડુતોની વિષમ સ્થીતિ જ દેખાય છે. દર વર્ષે માંડમાંડ પોતાનું પેટ ભરી શકે. સોળ આની વર્ષ તો નજરે જોયું જ ન હોય વરસે થોડા ઘણા પિસા વધે તે દેવા પેટે વ્યાજમાં ભરવાના હોય, અને વ્યાજના ખપરમાં દર વરસે ચુસાતો જ જાય, એના માથા ઉપરથી દેવું તો ઓછું થાય જ નહીં, પછી કયાંથી ભારત સુખી થાય. “ભારતને જીવાડનાર ખેડુત જો મરશે તો ભારત ક્યાં સુધી જીવશે ” ભારતનું જીવન ખેતી ઉપર છે. હિંદુસ્તાન ખેતીપ્રધાન દેશ છે. ખેતી અને ગૌસેવા એ પ્રત્યેક હિંદવાસીનું પૂવે ધ્યેય હતું. સમય પલટાતા જેનામાં કેટલાંક એવાં મુનીરાજે થયા કે જેઓએ તે ધ્યેય જેનેમાંથી નષ્ટ કરાવી નાખ્યું. અને જેનેએ તે ગ્રહણ કરી કાળ જતાં ગૌસેવા અને ખેતીને દેશવટો આપે. સ્વાશ્રયી જીવન પરાધિન બન્યા. શરીરની મજબુતાઈ ગઈ અને માયકાંગળાપણું આવ્યું. ધર્મ ગયે અને રૂઢી રહી. ચેતન્ય ગયું અને જડ રહ્યું. પૃથ્વીની અંદરથી રસ પણ ગયા. કુદરત તરફથી દુકાળીયા વરસે આવવા
: ૧૫૦ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com