________________
પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
લાગ્યાં, અને છપનીયામાં અનેક કુટુંબે બે હાલ થયા. છપનની સાલ તે ગરીબોની ભયાનક સાલ પાણીના ત્રાસથી કંઈક પશુઓ, કંઈક મનુષ્ય મરણ પામી માનવી સંહારના આંકડામાં વધારે કર્યો. કુર એવા છપ્પનીયાએ દેશમાં હાહાકાર વરતાવી દીધો. પણ ભાગ્યવાન પુરૂષો આવા દેશની કુર દુર્દશા નથી જોતા. જેમાં ભગવાન મહાવીર જ્યારે ભારતવર્ષ ઉપર બે હજાર વર્ષની સ્થીતીને ભસ્મગૃહ બેસવાનો હતો તે પહેલા મેક્ષમાં પહોંચી ગયા. તેમ દેશની ખરાબ સ્થીતી અને ભયાનક દુષ્કાળ પૂજ્યશ્રીને પણ નહોતો જેવો અને તેને માટે કુદરત પણ અનુકુળ થઈ જેથી ૧૯૫૬ ની સાલ બેઠી અને પૂજ્યશ્રીની તબીયત નરમ થવા લાગી પણ તે વખતે તો સામાન્ય તબીયત નરમ હતી. માગશર મહીને થોડી તબીયત નરમ રહી અને પાછી સારી થઈ. થોડે થોડે છાતીને દુઃખાવો રહ્યો. ત્યાં તો દિવસે અને મહીનાઓ ગયા. ૧૯૫૬ નું ચાતુર્માસ બેઠું યતિઓ પણ પિત પિતાના નીમાએલા માસે ચાલ્યાં ગયાં. રહ્યા ફક્ત એક યતિ તથા શિષ્ય અવસ્થામાં પૂજ્ય છગનલાલજી અને નાકરવર્ગ અશાડ વદી ૧ થી પૂજ્યશ્રીને છાતીને દુઃખાવા સાથે તાવની શરૂઆત થઈ. અશાડ વદ ૮
: ૧૫૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com