________________
પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
થઈ ગયા. શ્રાવકો રાત અને દિવસ અહર્નિશ સેવામાં તૈયારજ રહેતાં. સા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઉપચાર બતાવતાં ત્યારે પૂજ્યશ્રી કહેતા કે હવે બાહ્ય ઉપચારની જરૂરીઆત નથી. હવે તે અંતરના ઉપચાર મને કરવા દઈ શાંતી લેવા દ્યો. શ્રાવણ વદના દિવસો શરૂ થયા અને પૂજ્યશ્રીની વેદનાના દિવસે પણ શરૂ થયાં. જ્યારે પૂજ્યશ્રીએ બાહ્ય ઉપચારની ના પાડી ત્યારે મુનીમંડળ અને શિષ્યવર્ગ ગભરાઈ ઢીલો થઈ ગયે. પૂજ્યશ્રીએ જ્યારે જોયું ત્યારે પૂજ્યશ્રી શિષ્યવર્ગને હીંમતપૂર્વક કહેતા કે જે નિયમને તિર્થંકરો પણ તાબે થયા છે તે નિયમ બધાયને લાગુ પડે છે. જન્મ પામનારને મરણ તે નક્કી છે. એમાં કોઈનું કંઈ ચાલતું નથી. માટે આ પ્રસંગે તે તમારે ધર્મના સુત્રો સંભળાવવા એજ તમારૂ કર્તવ્ય છે. મારા પ્રત્યે મેહ હોય તે ધર્મના શબ્દો સંભળાવે તેજ તમારી સાચી ભક્તિ છે એમ મને લાગશે.
વાંચક! શ્રાવણ વદીના પણ ૬ દિવસ ગયા. વ્યાધિએ એકદમ જેર કર્યું. જરા વધારે સજા શરીર ઉપર દેખાવા લાગ્યા. એકી સાથે જાણે વેદનીય કર્મ ઉપ્તન્ન થયું હોય તે પ્રમાણે પૂજ્યશ્રીની સ્થીતી દેખાવા લાગી. શરીરમાં તીવ્ર વેદના થતી
: ૧૫૩ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com