________________
ગોંડલમાં ચકમક
વાણીથી પૂજ્યશ્રી શ્રાવકેને સમજાવી રહ્યા છે ત્યાં બીજાઓએ આવી કહ્યું કે આઠ દસ માણસને માટે અવાજ પાસે સંભળાય છે. આ શિષ્યોને કેઈ બીજે ઠેકાણે અમને લઈ જવા દ્યો. પૂજ્યશ્રીએ કહ્યું કે આ દ્રશ્યમાન જગતમાં કઈ પણ એવી જડ શક્તિ નથી કે જે આત્મશક્તિ સામે ઝઝુમી શકે. કોઈ પણ જડ સાધને એવા નથી કે જે સાધને દ્વારા આત્મશક્તિને નાશ થાય.
પાઠક ! આત્મા અનુભવિઓ કહે છે કે મનુ ખ્યની વાણું વર્તન અને દેખાવ જ વિજયની ખાત્રી આપે છે. તે પ્રમાણે પૂજ્યશ્રીની વાણીમાં અને પૂજ્યશ્રીના વર્તનમાં વિજયનું ચિન્હ દેખાતું હતું. સંસારીઓમાં ગભરાટ હતે. પણ પૂજ્યશ્રીમાં ગભરાટ જમ્પ જ નહોતો. તે પૂજ્યશ્રીની અડગ આત્મશ્રદ્ધાનું જ પરિણામ છે. આ બનાવની વાત દીલ્હીવાળા માણેકચંદજીને ખબર પડી હતી. તેઓ પણ આત્મધ્યાનથી સમાજને શાંત કરવાનો વિચાર કરી રહ્યાં હતાં.
પાઠક! વિરોધી વ્યક્તિઓને આ રોષ જોવા છતાં પૂજ્યશ્રીમાં તેઓ પ્રત્યે સમભાવ જ હતો. પૂજ્યશ્રી આત્મજ્ઞાનીની સાથે સમયસૂચક પણ હતાં.
: ૧૩૫ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com