________________
ગોંડલમાં ચકમક.
મળતાં, હદયની ઉકળાટ શક્તિ મગજને તપાવી, કેલાહલ મચાવવા વિરોધી માનસ વાટ જોઈ રહ્યું હતુ.
સાંભળવા પ્રમાણે તે જ વખતે ગોંડલમાં ચાતુર્માસ રહેલ દીક્ષીત મહાસતિજી ગોચરી લઈ ઉપાશ્રયે જતાં લંકાગ૭ ઉપાશ્રય આગળથી નીકળતા અચાનક ઉપરથી પાણીના છાંટા પડ્યા અને મહાસતીજીએ ઉપાશ્રયે જઈ સૌમ્ય દ્રષ્ટિએ આવી રીતે બનાવ બન્યું તેમ સંઘના માણસે આગળ વાત કરી. સંઘે તે વાત અજાણતા પાણી પડી ગયું હશે તેમ જાણી તે વાત વીસરવા પામી. બીજા દિવસે વાયુ વેગે વાત ફેલાતા ત્રણ ચાર માણસેના કાને આ વાત આવી (નામની જરૂર નથી.) તેમનું અંતર તો પૂજ્યશ્રીની પ્રતીભાથી બળી કલેશ કરવા કયારનુંય તૈયાર હતુ. તેઓએ આ વાત સાંભળી અને ક્રોધિત થઈ ગયા. સંઘના પ્રતિષ્ઠિત મનુષ્યોના ઉપરવટ થઈ પૂજ્યશ્રી તથા અન્ય યતિવર્યોને શીક્ષા કરવા તૈયાર થઈ પિતાના વર્તેલમાં રહેલા નાની સંખ્યાના ટોળાને લઈ નીકળવા નિશ્ચય કર્યો. મહાસતિજીએ આ વાત જાણું ત્યારે એમ કહેવાય છે કે તેઓએ પણ ચાર પાંચ વ્યક્તિએને ઘણી રીતે સમજાવી પણ તે ન સમજી શકયા. અને જાણે વેરવાસીત હદયની જેમ તેઓ પિતાના સંઘથી પણ અધીક થઈ એક તરફ આખા
: ૧૩૩ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com