________________
ગેંડલમાં ચકમક.
~~
~
~
~
~
~~
~
~
~
~
~
~
રાખી હતી, પૂજ્યશ્રી સાથે રહેલા ઘોડા વિગેરેને ખર્ચ ગોંડલ સ્ટેટ તરફથી અપાતું. આ રીતે ગેડલમાં પૂજ્યશ્રીના આગમનથી અપૂર્વ આનંદ વર્તાઈ રહ્યો હતે. ગોંડલમાં પૂજ્યશ્રી ઉપરાંત તેમના વિદ્વાન શિષ્યરત્ન ખબચંદ્રજી અને દીલ્હીવાળા માણેકચંદ્રજી
એમ કુલ થાણું તેત્રીસ બિરાજમાન હતા તથા શિષ્ય વર્ગમાં મુખ્ય ઉદયચંદ્રજી તથા મહારાજશ્રી છગનલાલજી બાલ્યા વસ્થામાં બીજા શિષ્યની અપેક્ષાએ મુખ્ય હતાં. પૂજ્યશ્રીને મહારાજશ્રી છગનલાલજી ઉપર અનહદ પ્રેમ હતે. પૂજ્યશ્રીનું દીક્ષીત શિખ્યમંડળ હમેશાં સંયમને મળતી ક્રિયાઓમાં જ અને સ્વાધ્યાયમાં જ તલીન રહેતું પૂજ્યશ્રી બીજા ગામની સાથે પત્રવ્યવહાર રાખવામાં રાજી નહોતાં. જેને અંગે જ્ઞાન ચર્ચા સિવાય બીજી પ્રવૃત્તિ નહોતી. બપોરના ટાઈમમાં પૂજ્યશ્રી પોતાના શિષ્ય તથા શ્રાવકને જૈન અને આર્ય સંસ્કૃતિનું ભાન કરાવવા કહેતા કે શુદ્ધ જીવન ગાળી આત્મબળ ખીલવી આત્માની ઉન્નતી કરવી તે આર્યના પ્રાચીન સંસ્કારેનું સત્વ છે. આધિભૌતિક સિદ્ધાંત અધ્યાત્મિક પ્રકૃતિને આડે કદી આવી શકતાં નથી. શિષ્યને જ્યારે પૂજ્યશ્રી તેઓની ભૂમિકાનું ભાન કરાવતા ત્યારે કહેતા કે સંયમના મહાસાગરમાં તમારી જીવન
: ૧૩૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com