________________
ગાદી ત્યાગ.
જીવી સ્થીર વાસે રહેવાનો નિશ્ચય કર્યો હતો. એટલે ઉરણ મુકામે જ રહ્યા. શ્રાવકો તો દર્શનાર્થે બહાર ગામથી ચાલુ જ હતા. કેઈ દિવસ બહાર ગામથી શ્રાવકો આવ્યા વગર રહેતા જ નહી. ઉરણ બંદરમાં પૂજ્યશ્રીના રહેવાથી આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો હતો. અને પૂજ્યશ્રીએ ૧૯૪૩ થી ૧૯૪૭ સુધીના ચાર વરસ એક સાથે વસવાટ કરી પસાર કર્યા. તે સમયમાં મુંબઈ શ્રીસંઘ તરફથી મુંબઈના ઉપાશ્રયને પ્રશ્ન પૂજ્યશ્રી આગળ આવ્યા. ઉપાશ્રયની જગ્યા જીર્ણ થઈ ગઈ છે. અને તેને નવો કરાવવા વાતે મદદને અંગે શું નિર્ણય કરે તેની સલાહ લેવા મુંબઈ શ્રીસંઘના અગ્રેસર ઉરણ મુકામે પૂજ્યશ્રી આગળ આવ્યા. તે વખતમાં સ્વર્ગસ્થ શેઠ રામજી ભાઈ માધવજીભાઈ કે જેઓ પોતાની હયાતીમાં પિતાની પૂત્રી બાઈ નંદકુંવરબાઈના લાભમાં એક લાખ રૂપીયાનું દ્રસ્ટ કરી ગયા હતા જેના દ્રસ્ટીઓ મુંબઈ નિવાસી શેઠ સોરાબજી શાપુરજી બંગાલી સી. આઈ. ઈ. અને શેઠ ત્રીભોવનદાસ વરજીવનદાસ જે. પી. હતા. આ મોટી રકમને લાભ લેવા બાઈ નંદકુંવર વધુ વખત ન જીવી શક્યા. કાળના સપાટામાં અનાદિકાળના નિયમ પ્રમાણે કર્મવશાત્ તે બાઈ સપડાઈ ગયા અને સંવત ૧૯૪૭ ના વૈશાખ
: ૧૪પ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com