________________
ગાદી ત્યાગ.
તથા અન્ય અધિકારી વર્ગ ઉપર પૂજ્યશ્રીની પ્રતિભા પડી ચુકી હતી. અને તેના પ્રતાપે પૂજ્યશ્રીને ઉપદેશ સાંભળવા દરરોજ પધારતાં. ત્યાંથી પૂજ્યશ્રી ઉરણ જે એક બેટ જેવું છે, જ્યાં વૈશ્નવ સમાજ વધારે પ્રમાણમાં છે. પૂર્વે કોઈપણ જૈન ધર્મને પાળનારા ત્યાં હતાં તે વખતમાં પૂજ્યશ્રીએ ત્યાં જઈ ગાદીનું સ્થાપન કર્યું હતું. અને વૈશ્નવ ધર્મને પાળનારા દશાશ્રીમાળી વણુકેને સત્ય ધર્મની પ્રાપ્તી કરાવી. જેન ધમી વધુ પ્રમાણમાં બનાવ્યા હતા. ત્યાં પૂજ્યશ્રી શ્રીસંઘની વિનંતીને માન્ય રાખી ૧૯૪૩માં ચાતુર્માસ કરવા ઉરણ પધાર્યા જેનું ગ્રામ્ય વાતાવરણ પ્રત્યક્ષ આબુને ખ્યાલ કરાવે એવા ચારે તરફ લીલા રળીયામણ ડુંગરા ઉભા હતા. ઘનઘેર ઝાડી આવું કુદરતી સૌંદર્ય જયાં વિષેશ પ્રમાણમાં છે ત્યાં પૂજ્યશ્રી ચાતુર્માસ રહ્યા. પૂજ્યશ્રીના દર્શનાર્થે તથા ધર્મધ સાંભળવા મુંબઈથી અને ઈતર ગામેથી અનેક કુટુંબ આવવા લાગ્યા. ચાલીસ ઘરની જેનની ટુંક વસ્તી હોવા છતાં ભક્તિના મહાસાગરથી આવેલ સાધમી ભાઈઓની ભક્તિ કરી પોતાના આત્માને ધન્ય માનતા. બીજા ગામેની સરખામણીમાં પૂજ્યશ્રીને ઉરણના હવા પાણું પણ ઘણું જ અનુકૂળ હતા.
ક ૧૪૧ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com