________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
શાસનની ઉન્નતી માટે યોગ્ય પ્રયતન કરવાની આચાર્ય તરીકેની ફરજ સંભળાવી. પૂજ્યશ્રી બોલી રહ્યા પછી તરતજ શ્રીસંઘે હાથ જોડી પૂજ્યશ્રીને કહ્યું કે આજથી અમારા આચાર્ય ગચ્છાધિપતી પૂજ્યશ્રી ખુબચંદ્રજી મહારાજની આજ્ઞાને જીનેશ્વરની આજ્ઞા માની તે આજ્ઞાનું યથાર્થ પાલન કરશુ. શ્રીસંઘે પૂજ્યશ્રીને આ પ્રમાણે ખાત્રી આપી તેના ગગન ભેદી પોકારે થયા અને આનંદનો ઉત્સવ સમાપ્ત થયે. સવે પુરૂષો વિખરાવા લાગ્યા પોતપોતાના ગામે તરફ સા રવાના થયા. ૧૫ દિવસ રહી કાઠી. યાવાડના પ્રદેશમાં વિચરવાની આચાર્યશ્રી ખુબચંદ્રજીએ પૂજ્યશ્રી આગળ ઈચ્છા જણાવી. પૂજ્યશ્રીએ કહ્યું કે રાંધ્યામાં શું રાંધવું તે તો મારે ફરે દેશ છે. ત્યાં ઘરને ધર્મ છે અને કાઠીયાવાડ તે તો માલિકીની તીજોરી છે. તે જ્યારે ઉઘાડશે ત્યારે ઉઘડશે માટે ત્યાં જાઓ કે જ્યાં હું ન કર્યો હાઉ. ત્યાં જ તમારી વિદ્વતાને દીપાવે. અને સંયમને કસોટીએ ચઢાવે. પૂજ્યશ્રીના વચને સાંભળી આચાર્યશ્રી ખુબચંદ્રજીએ કાઠીયાવાડ જવાનો વિચાર મુલત્વી રાખ્યો અને ૧૯૪૪ – આચાર્યપદ મલ્યા પછી પ્રથમ ચાતુર્માસ એ વીર જાલણ મુકામે પધાર્યા અને પૂજ્યશ્રીએ હવે નિવૃત્ત જીવનમાં જાગ્રત જીવન
•: ૧૪૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com