________________
મુંબઈમાં પ્રવચન.
આપવામાં આવી. પહેલા ચાતુર્માસ કરતાં આ ચાતુર્માસ ઘણુજ આનંદથી પસાર થયું. ત્યાંથી પુજ્યશ્રી, ખુબચંદ્રજી આદિ શિષ્ય વર્ગને સાથે લઈ સંવત ૧૯૨૪ નું ચાતુર્માસ કરવા કુંડલા મુકામે પધાર્યા. વીસા અને દસા એમ બે જ્ઞાતીમાં વહેં. ચાએલે સમાજ ત્યાંના ઘણેજ ભક્તિવાળો છે. ત્યાં પુજ્યશ્રીનું ચાતુર્માસ પણ તેઓએ ઘણાજ ભક્તિભાવથી કરાવ્યું. ચાતુર્માસ પુર્ણ થયા પછી પુજ્ય શ્રી વિહાર કરી ત્યાંના પરગણાના નાના ગામમા વીચરી સંવત ૧૯૨૫ ના ચાતુર્માસની વિનંતી જુનાગઢ શ્રી સંઘની આવતાં ત્યાં પધાયાં. ટુંકી સંખ્યા હોવા છતાં ભક્તિ ટુંકી નહોતી. એટલે ભક્તિ તો ઘણીજ હતી. પુર્ણ ઉત્સાહથી જુનાગઢમાં ચાતુર્માસ પુર્ણ કરી ત્યાંથી બીલખા, વીસાવદર, ભલગામ, ભાંડેર વગેરે નાના મોટા તમામ ગામડાઓમાં વિચરી સંવત ૧૯૨૬ નું ચાતુર્માસ કરવા વેરાવળ પધાર્યા. ત્યાં એસવાલ અને શ્રીમાલી એમ બે જ્ઞાતિમાં સમાજ વહેંચાલે છે. અને ત્યાંની ઓસવાલ જ્ઞાતિ ઘણી જ શ્રદ્ધાવાન છે. સંઘનું અગ્રપદ પણ સવાલ જ્ઞાતિમાં છે. ત્યાં પ્રણાલીકા પ્રમાણે ચાતુર્માસ પુર્ણ કરી ઉપરના ગામડાઓમાં શેષાકાળ વીચરી માંગરોળ
•: ૮૩ :. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com