________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ઓછું પડતું હશે એટલે બે ગામ લેવા વિનંતી કરી. એટલે ફરી પૂજ્યશ્રીએ કહ્યું કે મારે ગામ ગરાસ કાંઈ જોઈતાજ નથી. હું ગામ સ્વીકારૂ તે મારી પાછળના શિષ્ય ગામની આવથી આળસમાં પડી કર્તવ્ય ભુલી જાય ગોચરી લાવી આહાર કરવાની અમારી પ્રથા પણ આવકના જોરથી અમારા શિષ્યો ભુલી જાય માટે આપ ગામ સંબંધી આગ્રહ કરશે જ નહી. દિવાન સાહેબે પૂજ્યશ્રીની નિઃસ્કૃતિ ભાવના સાંભળી ત્યાર પછી ધર્મના શબ્દો પૂજ્યશ્રી આગળથી શ્રવણ કરી પોતાના બંગલે આવ્યા. આ રીતે જુનાગઢ મુકામે પૂજ્યશ્રીએ ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કર્યો. આસપાસ રહેલા ગામે બીલખા, મેંદરડા, વીસાવદર, વિગેરે સ્થળોએ ફરતા રજવાડાના નીયમ પ્રમાણે પૂજ્યશ્રીને રાજ્યો પણ માન આપતા. બીલખા નરેશ પણ પૂજ્યશ્રીની ધર્મદેશના સાંભળવા
જ્યારે પૂજ્યશ્રી બીલખા આવ્યા ત્યારે દરરોજ સભામંડપે પધારતા. ગ્રામ્યજનતામાં ધર્મનું સિંચન કરતાં કર્તવ્યને બોધ આપતા શેષકાળ ગામડાઓમાં રહી પૂજ્યશ્રી સંવત ૧૯૪૦ માં દીવસંઘના અતિ આગ્રહથી ચાતુર્માસ કરવા દીવ મુકામે પધાર્યા. ચાતુર્માસમાં પ્રાતઃકાળે વ્યાખ્યાનમાં આમાનું અસ્તીત્વ સ્વીકારવાવાળા આસ્તીક મનુષ્યોને તથા
: ૧૨૪ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com