________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ભગવતા શેઠ કૃપારામભાઈને કહ્યું કે તારા ગુરૂ પધાર્યા છે અને તેમાં ઘણા પુરૂષે ચમત્કારી હોય છે માટે અપણ કેસ વીષે તેમની આગળ વાત તે કર? મહાપુરૂષની દષ્ટિથી કદાચ આપણને લાભ મળી જય દિવાન સાહેબની વાત સાંભળી કૃપારામભાઈએ સાંજના ટાઈમમાં પૂજ્યશ્રી પ્રતિક્રમણ કરી રહ્યા પછી એકાંતમાં હતા ત્યાં પૂજ્યશ્રીને કેસ સંબંધી વાત કરી. કૃપારામભાઈ ઉપર પૂજ્યશ્રીની અનહદ કૃપા હતી તેથી વાત સાંભળીને પૂજ્યશ્રીએ નવકાર મંત્રના પાંચ પદ યંત્રના આકારે ગોઠવી કૃપારામભાઈને આવ્યાં. વાંચક! સંયમ અને તપના સાન્નિધ્યથી જેની શક્તિ અતુલ છે અને સંયમને પ્રભાવ અહરનીશ જેની મદદમાં છે એવા પૂજ્યશ્રીએ આપેલ નવકાર મંત્રની વિભૂતિથી સ્ટેટના લાભમાં તત્કાલ પરીણામ આવ્યું. જે કેસનો નીકાલ વરસો થયા નહેાતે આવતે તે આ મહા પુરૂષના પ્રભાવથી તત્કાળ આવ્યું એમ સ્ટેટને જાણ થઈ. જુનાગઢ સ્ટેટમાં ઘણું ફકીરે મઠધારી મહંતે બાવા અને સાધુઓને સ્ટેટ તરફથી ગામ ગરાસ મલ્યા છે તેમ આ મહાપુરૂષને પણ રાજ્ય તરફથી ગામ આપવા જોઈએ એમ રાયે નકકી કર્યું. અને ત્યાર પછી રાજ્યના હુકમથી દિવાન સાહેબ બાઉદીનભાઈ પૂજ્ય
: ૧૨૨ ::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com