________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
પધાર્યા. ત્યાંથી નાણા, ગામમાં કે જ્યાં પહાડની વચ્ચે લંકાગચ્છની ગાદીના અધિષ્ઠાયીક શાસન દેવને નિવાસ છે ત્યાં પૂજ્યશ્રી પૂર્વે આવી ગયેલ હતા. છતાં સાદડીનું સંકટ નાશ થઈ ગયું તેથી બીજીવાર શાસનદેવ આગળ ત્રણ દીવસ અઠમ તપ કરી ત્યાંથી ચોથા જ દિવસે પારણું ત્યાં ન કરતા પાછા ફર્યા અને રસ્તાના ગામમાં પારણું કરી અનુક્રમે વિચરતા વિચરતાં સંવત ૧લ્ડ૬ નું ચાતુર્માસ કિસનગઢ શ્રી સંઘના આગ્રહથી ત્યાં પધાર્યા. ચાતુર્માસમાં સવારના ધર્મ પ્રવચનમાં હજારોની સંખ્યામાં આવતા શ્રોતાઓ સમક્ષ સંસારના સુખને અનિત્ય સમજાવી અનેકોને વિતરાગ ધર્મના રાગી બનાવ્યાં. ચાતુમાસની પૂર્ણાહુતી કરી વિહાર કરતા જ્ઞાનદષ્ટિની વિશાળતા સમજાવી. અસ્ત થઈ ગયેલા જીવનને ઉદયને માર્ગ દેખાડતા પૂજ્યશ્રી સંવત ૧૯૩૭ નું ચાતુર્માસ કરવા બાલાપુર મુકામે પધાર્યા. ભક્તિવાન આત્માઓએ ભક્તિના વાત્સલ્ય ભરપુર માનસથી પૂજ્યશ્રીનું ચાતુર્માસ પૂર્ણ કરાવ્યું. ત્યાં એકવાર કારતક વદમાં રાત્રીના સમયમાં આંત્રીક્ષમાં જાણે આવ્યા હોય તે પ્રમાણે બે દીગંબરી સાધુઓ પૂજ્યશ્રીને વંદણ કરવા આવ્યા હતા અને વંદણ કરી ચમત્કારી રીતે કોઈને દર્શન ન આપતા અદશ્ય
: ૧૨૦ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com