________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
લેવાને નિયમ તે વખતે ન હતો. અને સ્ટેટ પણ પૂજયશ્રી ઉપર અનુરક્ત હતું. ત્યાં એક માસ રહી જનતામા આચાર એ જીવનને વ્યવસ્થિત કરવાનું સાધન છે અને ત્યાગ એ આત્માને ઉન્નત કરવાનું સાધન છે એમ સમજાવી ત્યાંથી વિહાર કરી કાલાવડ તરફ આવતા રસ્તાઓના ગામડામાં ટુંક મુદત રહી કાલાવડ મુકામે પધાર્યા.
જેની ગાદીના કર નિમીતે રાજ્ય તરફથી પછેડી અપાય છે ત્યાં પૂજ્યશ્રીએ આવી ભાવિક ભક્તોનાં હૃદયમાં ધર્મસિંચન કરી ત્યાંથી વિહાર કર્યો ચાતુર્માસન કાળ આવતા બગસરા શ્રી સંઘની વિનંતીને માન આપી સંવત ૧૯૪૧ નું ચાતુર્માસ કરવા બગસરા પધાર્યા. ચાતુર્માસના કાળમાં ધર્મ ઉપદેશ આપી જનતાને સમજાવ્યું કે આત્મા અને ધર્મને સંબંધ જ્યાં સુધી પુર્ણ રીતે ન બને ત્યાં સુધી આત્માની મુક્તિ અશક્ય છે. તેમ અનેક પ્રકારે વિવિધ શૈલીથી વ્યાખ્યાન શ્રવણ કરવા આવનાર હજારે મનુષ્યને આત્મધર્મ સમજાવતા.
વાંચક ! ત્યાં પણ બગસરાના ભાયાતો અને તેના કુટુંબીઓ પૂજ્યશ્રીના વ્યાખ્યાનને લાભ લેવા ચુકતા નહી. ત્યાં પણ પૂજ્યશ્રી ચાતુર્માસ
: ૧૨૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com