________________
મુંબઈમાં પ્રવચન.
વાણીથી સારે ધર્મબોધ આપી ચાતુર્માસ પુર્ણ કરી શોષાકાળ અન્યત્ર ગામમાં વિચરી સંવત ૧૯૩૦માં ચાતુર્માસ કરવા ભાવનગર મુકામે પધાર્યા. ધર્મને ઉદ્યોત કરાવતા ચાર માસ પુર્ણ કરી સીહાર પધાર્યા. ત્યાંથી દેવગાણુ, ટાણા, વરલ, ભદ્રાવલ, ઢુંઢસર વગેરે ગામમાં વિહાર કરી ત્યાંથી વળા મુકામે આવી ટુંક મુદત રહી ઉમરાળા શ્રીસંઘને વંદાવી પાછા સીહાર પધારી બોટાદ મુકામે પધાર્યા. ત્યાં એક માસ રહી ધર્મોપદેશ આપી કાઠીયાવાડના અન્ય ગામમાં જવાની વિચારણા કરવા લાગ્યા.
• ૮૭ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com