________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
આજીવીકા ચલાવતા હશે. પુર્વ મહર્ષિએના ચમત્કારના ઉદાહરણેજ આજે કેટલાકના ઉદર પોષસુના સાધન થઈ પડયા છે. અને તેથી જ સમાજના ભેળા માણસોને ઠગી પૈસા ભેગા કરવાને અથે મંત્ર શાસ્ત્રને ઉપગ કરનારા યતિઓએ જ મંત્ર શાસ્ત્રની કીંમત ઘટાડી છે, અને સમાજની અંદર મંત્ર શાસ્ત્ર ઉપર અશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. તેનાથી આગળ પુર્વના તિવર્યોની કીર્તિને ઝાંખપ લગાડી છે. આ વિચારણું દરેક યતિવર્ગમાં નથી. કવચીત અપવાદ રૂપે આ વસ્તુ દેખાઈ રહી છે. વાંચક! અહીં રાણપુરમાં તો વચનાતિશયેના જેરે અને બ્રહ્મચર્યના પ્રતાપે પૂજ્યશ્રીનું રક્ષણ થયું. બીજા દિવસે વળી પાછું ઉગ્ર સ્વરૂપ થયું. પુજ્યશ્રી ત્યાંથી વિહાર કરી નાગનેશને માર્ગે જતા રસ્તામાં પાછળ મુસલમાનોનું ટોળું આવ્યું હતું. પરંતુ પુજ્યશ્રીને આત્મ શક્તિના પ્રતાપે કંઈ પણ કરી શકતા ન હતા. બે માઈલ સુધી સાથે આવી ટેળું પાછુ ફર્યું. પુજ્ય શ્રી નાગનેશ વંદાવી ચુડા પધાર્યા. સમાજમાં રહેલા ખોટા વહેમેને ધર્મોપદેશથી નાશ કરવાનું સુચવી લોકોને જાગૃત કરી અંધ શ્રદ્ધાને સમજાવટથી દુર કરવાનું સુચવી આઠ દીવસ રહી ત્યાંથી વિહાર કરી વિચરતા વીચરતા
: ૯૨ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com