________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
જેમ ફાવે તેમ ચાલે, નથી કેઈ પૂછનાર કે બાલનાર અને આ અંધાધુધી સંગઠન ના અભાવેજ પોષાઈ રહી છે. ઐક્યતાના દેર ઉપર જૈન જીવન શરૂ થશે ત્યારે જૈન ભાન પ્રગટશે, જ્યાં સુધી સમાજમાં કુસંપની આંધી પ્રસરેલી છે તે તો ભયંકરતાનું જ સૂચન કરે છે. અરે કોઈ પણ જગ્યા કે કોઈ પણ ગામ એવું પ્રાયે નહી હોય કે જ્યાં જેનામાં ફાટફુટ ન હોય.
વાંચક, જ્યારે આર્ય સમાજ બ્રહ્મોસમાજ વગેરેની રચના જુઓ. તેઓની કાર્ય પદ્ધતીથી આપણને ભાન થાય કે તેમનામાં રહેલી સંગઠન શક્તિ જ તેમને દુનીયામાં આગળ લાવે છે. જ્યારે જેન ધર્મનું પાલન કરનારાઓને વિતરાગ જે પવિત્ર ધર્મ મળવા છતાં કલુષિત અધ્યવસાય ઉપર કાબુ ન મેળવે તે તે ધર્મની અસર શી ? જે જ્ઞાતિ ન્યાય કરવામાં બીજાના કલેશને બુદ્ધિથી શાંત કરવામાં અગ્રેસર ગણાતી તેજ જ્ઞાતી પોતાની અંદર સળગી રહેલા કલહના અગ્નિને શાંત કરવામાં કાયર બની ગઈ છે. છીન ભિન્નતા અને સંગઠનના અભાવે જેને પિતાનું તેજ ગુમાવતા જાય છે કે જે તેજ આખા દેશમાં એક વાર ફરી વહ્યું હતું. તે તેજ લાવવા માટેજ સંગઠનના માર્ગો છે.
•: ૧૦૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com