________________
રાણપુરમાં તોફાની પ્રસંગ.
સંવત ૧૯૩૧ નું ચાતુર્માસ કરવા સ્વ. શેઠ રામજી ભાઈ માધવજીભાઈની વિનંતીથી પોરબંદર મુકામે પધાર્યા. ત્યાં ચાતુર્માસમાં ધર્મ શ્રદ્ધાવાન આત્માઓએ વ્યાખ્યાનને ઘણેજ લાભ લીધે, અને તેજ વરસમાં ચાતુર્માસની અંદર સ્વ. શેઠ રામજીભાઈએ ત્યાં પાંચમનું ઉજમણું કરી અઠાઈમહત્સવ કર્યો અને ધર્મને ઉઘાત કર્યો. પુણ્યવાન આત્માઓજ ધર્મના ક્ષેત્રમાં પૈસાને વ્યય કરી શકે છે. તેમ રામજીભાઈએ કરી બતાવ્યું. સ્વ. રામજીભાઈની પુજ્ય શ્રી ઉપર અનન્ય ભક્તિ હતી અને સાથે પુજ્યશ્રીની પણ રામજીભાઈ ઉપર પુર્ણ અમી દષ્ટી હતી. અરસપરસ બેઉના હદય ખેંચાણકારી હતા તેને અંગે પુજ્યશ્રીનું જ્યાં ચાતુર્માસ હોય ત્યાં રામજીભાઈ આવવાને વિચાર કરતા અને આવીને દર્શન કરી જતા. પુર્વવત પોરબંદરમાંથી પુજ્યશ્રીએ ચાતુર્માસ પુર્ણ કરી સંઘની સાથે વિહાર કર્યો. ત્યાંથી પાનેલી થઈ ઉપલેટા આવી એક માસ રોકાયા. ત્યાં ધ્રાફાથી લવચંદજી માંદા છે એમ સમાચાર મળતા લવચંદજીને જેવા સમસ્ત પરિવારને ઉપલેટા રાખી એક છડીદાર સાથે લઈ ધ્રાફા પધાર્યા. લવચંદજીને જોઈ ત્યાંથી તરતજ પાછા ફરી ઉપલેટા આવી ત્યાંથી વિહાર કરી ધોરાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com