________________
સાદડીમાં તોફાન.
હાકેમ તરફથી અત્યંત આગ્રહ થતા ગામમાં આવવાની પૂજ્યશ્રીએ હા પાડી. લંકાગછ સંઘના અગ્રેસરેએ તપગચ્છના સંચાલક ઉપર કહેવડાવ્યું કે આપે કહેવડાવેલ હકીકત જાણું છે પણ અમારા ધર્મગુરૂઓનો સામૈયામાંથી દેરાસરમાં દર્શન કરવા આવવાનો રીવાજ નથી તે પરંપરાથી વિરૂદ્ધ છે. ઉપરાંત અમારા અત્યાર સુધી આવેલા ધર્મગુરૂએ ગાજતે વાજતે જ આવ્યા છે અને તેને માટે તો લંકાગચ્છાધિપતીઓને પરવાના પણ જોધપુર સ્ટેટ વિગેરે તરફથી મલ્યા છે તેથી પુજ્યશ્રીનું થનારૂ એક ભવ્ય સામૈયું તેના વાજા બંધ રહેશે નહી. અત્યાર સુધીમાં તમારા દેરાસર આગળથી વ્યવહારીક અનેક વરઘેડા નીકલ્યા હશે. ઇતર પણ બીજા એવા અનેક ઉત્સના વરઘેડા નીકળ્યા તેમાં તમેએ અટકાવ કર્યો નથી અને આ એક મહાન ધર્મગુરૂનું સામૈયું થાય છે તેના વાજા બંધ કરાવવા તે એગ્ય નથી. આ વાંધે કોઈ પણ ગામમાં ઉલ્યો નથી તેથી પણ તે યુક્ત નથી.
વાંચક, ચારે તરફ આસપાસના ગામોમાં પણ આ વાત ફરી વળી કે સાદડીમાં આવી રીતે મતભેદ બે સમાજો વચ્ચે પડ્યાં છે. શીરેહી ખબર
: ૧૦૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com