________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
આગળ આવવા આમંત્રણ કર્યું પણ તેઓ ન આવ્યાં. પૂજ્યશ્રીએ લંકાગચ્છ શ્રીસંઘ પાસે ગામમાં ન આવતા અહીથી સીધા જવાની રજા માગી.
સાદડી લંકાગચ્છ સંઘના અગ્રેસરેએ પૂજ્યશ્રીની વાત સાંભળી કહેવા લાગ્યા કે તેતે અઘટીત થાય. આપને નગરમાં લઈ જવા તે તે નિશ્ચય જ છે. લોકાગચ્છ સંઘ –“ આપને નગરમાં લાવતા
કદાચ વિધ્ર આવે તો અમે સહન કરીશું. ગુરૂ દર્શન કરતા કયું વીશેષ છે? માટે આપ અહીથી જવાની તે
વાત કરશે જ નહીં. ” આમ પૂજ્યશ્રીને આગ્રહ કરી રહ્યા છે તેવા વખતમાં સાદડીના હાકેમને આ સમાચાર મલ્યા કે શ્રીપૂજ્યજી ગામ બહાર આવ્યા છે અને ગામમાં આવ્યા વગર પાછા જાય છે. હાકેમે પણ પૂજ્યશ્રીની પ્રશંસા અનેક વાર સાંભળી હતી તે જ પોતાના ગામ આગળથી આવી પાછા જાય તે ઠીક ન લાગતા તેઓ પણ પૂજ્યશ્રીના તંબુ આગળ આવી આગ્રહ કરવા લાગ્યા.
પૂજ્યશ્રીને લંકાગછના અનુઆયીઓ તથા
:: ૧૦૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com